શોધખોળ કરો
Advertisement
US Election 2020: જો બિડેને કહ્યું- રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ અમારી પ્રાથમિકતામાં ભારત, કહી આ મોટી વાત
તેમણે ભારતને અમેરિકાનું નેચરલ પાર્ટનર ગણાવ્યું હતું. તાજેતરમાં બિડેને પોતાના કેંપેનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
વોશિંગ્ટનઃ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટના પ્રબળ ઉમેદવાર તથા ઉપરાષ્ટ્રપતિ જો બિડેને જીત બાદ ભારતને પ્રાથમિકતા જણાવી છે. તેણે કહ્યું કે, જો નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતીશ તો બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત બનાવશે.
આ ઉપરાંત તેમણે ભારતને અમેરિકાનું નેચરલ પાર્ટનર ગણાવ્યું હતું. એક વર્ચુઅલ ફંડ રેઝર ઈવેન્ટમાં અમેરિકા-ભારત વચ્ચે સંબંધો અંગે સવાલ પૂછવા પર તેમણે કહ્યું, "અમારી સુરક્ષા માટે પાર્ટનર તરીકે ભારતની જરૂર છે અને તેમની પણ સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ છે."
તાજેતરમાં બિડેને પોતાના કેંપેનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કોવિડ-19ના કારણે ફેલાયેલી મહામારીને કંટ્રોલ કરવાને લઈ ટ્રમ્પ સરકારને અસફળ સરકાર ગણાવી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મહામારી સામે આત્મસમર્પણ કરી દીધું છે અને સફેદ ઝંડો લહેરાવ્યો ચે. તેમણે યુદ્ધનું મેદાન છોડી દીધું છે.
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા ગુરુવારે સવારે સુધીમાં વધીને 27 લાખ 78 હજાર પાર થઈ ગઈ છે. કુલ 1 લાખ 30 હજાર 789 લોકોના મોત થયા છે. જ્યારે 11 લાખ 59 હજાર લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના 41 ટકા છે. 14 લાખ 87 હજાર લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના 54 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement