શોધખોળ કરો
ટ્રમ્પના પુત્રનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ રીતે કરાયું સ્થગિત, HCQ દવા સંબંધિત ખોટો વીડિયો કર્યો હતો શેર
વીડિયોમાં ટ્રમ્પ સમર્થ ડોક્ટર કોરોના વાયરસથી બચવા માસ્ક પહેરવાની કોઈ જરૂર ન હોવાનું કહેતા સાંભળવા મળ્યા હતા.
![ટ્રમ્પના પુત્રનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ રીતે કરાયું સ્થગિત, HCQ દવા સંબંધિત ખોટો વીડિયો કર્યો હતો શેર US President Donald Trump son s twitter account temporarily stops ટ્રમ્પના પુત્રનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ રીતે કરાયું સ્થગિત, HCQ દવા સંબંધિત ખોટો વીડિયો કર્યો હતો શેર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/29194153/trump.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વોશિંગ્ટનઃ કોરોના વાયરસ સંબંધિત બિન પ્રમાણિત વીડિયો શેર કર્યા બાદ ટ્વિટરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રના ટ્વિટર હેન્ડલ પર કામચલાઉ રોક લગાવી દીધી છે. ટ્રમ્પના પુત્ર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પરથી હટાવવામમાં આવતાં પહેલા લાખો લોકો જોઈ ચુક્યા હતા. ટ્વિટરના આ પગલાની રિપબ્લિકન પાર્ટીના અનેક સભ્યોએ આલોચના કરી છે અને સોશિયલ મીડિયા પર સેન્સરશિપ ગણાવી છે.
વીડિયોમાં ટ્રમ્પ સમર્થ ડોક્ટર કોરોના વાયરસથી બચવા માસ્ક પહેરવાની કોઈ જરૂર ન હોવાનું કહેતા સાંભળવા મળ્યા હતા. આ ઉપરાંત ડોક્ટરો હાઈડ્રોક્લોરોક્વીન દવાનું સમર્થન કરી રહ્યા હતા. ટ્રમ્પ જૂનિયરની પ્રોફાઈલ હજુ પણ જોવા મળી રહી છે પરંતુ તે ટ્વિટ, રીટ્વિટ કે બીજી પોસ્ટને લાઈક નથી કરી શકતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મલેરિયા વિરોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાયરસ સંબંધિત પ્રભાવી દવા હોવાનું સતત કહી રહ્યા છે. પરંતુ અનેક રિસર્ચ પરથી તારણ નીકળ્યું કે આ દવા કોવિડ-19ની સારવાર અસરકારક નથી. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) તાજેતરમાં જ કોવિડ-19ની ઈમરજન્સી સારવારમાં આ દવાના ઉપયોગની મંજૂરી પરત લઈ લીધી હતી.
કોવિડ-19 રસીના વિકાસને પ્રોત્સાહન આપવા નોર્થ કેરોલિના ગયેલા ટ્રમ્પ ત્યાંથી પરત ફર્યા બાદ તબક્કાવાર ટ્વિટ કરીને મહામારીના ઉપચારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું સમર્થન કર્યુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)