
ઓમિક્રૉન સામે હાલની રસી ના ચાલતાં ક્યા ધનિક દેશમાં કોરોના રસીનો બૂસ્ટર ડોઝ અપાવાનું કરાયું શરુ ?
બ્રિટન સરકારે લોકોને સુરક્ષિત રાખવા માટે વેક્સિનેશનમાં વધુ એક આગળનુ પગલુ ભર્યુ છે અને તે અંતર્ગત બુસ્ટર ડૉઝ આપવાની શરૂઆત કરી દીધી છે.
નવી દિલ્હીઃ વિશ્વના દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. વિશ્વના સમૃદ્ધ દેશ યુકેમાં હવે લોકોને ફરી એકવાર કોરોનાનો ચેપ લાગવાનો શરૂ થઇ ગયો છે, આ વખતે કોરોનાના ઘાતક વેરિએન્ટ એમિક્રૉને લોકોને ઝપેટમાં લેવાનુ શરૂ કર્યુ છે. સતત કેસ વધવાથી બ્રિટન સરકારે લોકોને સુરક્ષિત રાખવા માટે વેક્સિનેશનમાં વધુ એક આગળનુ પગલુ ભર્યુ છે અને તે અંતર્ગત બુસ્ટર ડૉઝ આપવાની શરૂઆત કરી દીધી છે.
એમિક્રૉનને ધ્યાનમાં રાખતા સરકારે બ્રિટનમાં વધતા કેસોની વચ્ચે ડિસેમ્બર સુધી 18થી વધુ વયના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. એમિક્રૉન અંગે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પોતાના પ્રી-પ્રિન્ટ સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે, ઓમિક્રોનની વિરુદ્ધ ફાઈઝર અને મોડર્નાની વેક્સિન ઓછી કારગત છે. આ સ્ટડી માટે રિસર્ચર્સે વેક્સિનનો સેકન્ડ ડોઝ લઈ ચૂકેલા લોકોમાં 28 દિવસ પછી એન્ટિબોડી લેવલ ચેક કર્યું.
ઈંગ્લેન્ડમાં ફાઈઝર વેક્સિનની ઈફેક્ટિવનેસને લઈને કરાયેલા સ્ટડીમાં જોવા મળ્યું કે બીજો ડોઝ લગાવ્યાના બે સપ્તાહ સુધી વેક્સિન ઈન્ફેક્શન રોકવામાં કારગત છે, પરંતુ 5 મહિના પછી માત્ર 70% જ કારગત રહે છે. સ્ટડીમાં સામેલ અનેક લોકોમાં તો એન્ટિબોડી લેવલ એટલું ઓછું થઈ ગયું કે જે વાઇરસને રોકવામાં બિલકુલ કારગત નથી. બ્રિટનમાં એમિક્રૉન સામે લડવા માટે બુસ્ટર ડૉઝ લગાવવાની કામગરી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો
બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
