Video Viral: યુક્રેનની આ નિડર મહિલા રશિયાના બંદૂકધારી સૈનિક સામે પહોંચી ગઈ અને પછી... જુઓ વીડિયો
રશિયાએ યુક્રેનમાં ઘુસીને યુદ્ધ શરુ કર્યુ છે ત્યારે રશિયન સૈનિકો યુક્રેનના ઘણા શહેરોમાં પહોંચ્યા છે. રશિયન સેના સામે યુક્રેનના નાગરિકોએ કરેલા પ્રતિકારના ઘણા વીડિયો વાયરલ થયા છે.
Ukraine- Russia War: રશિયાએ યુક્રેનમાં ઘુસીને યુદ્ધ શરુ કર્યુ છે ત્યારે રશિયન સૈનિકો યુક્રેનના ઘણા શહેરોમાં પહોંચ્યા છે. રશિયન સેના સામે યુક્રેનના નાગરિકોએ કરેલા પ્રતિકારના ઘણા વીડિયો વાયરલ થયા છે. આવો જ એક વીડિયો વાયરલ થયો જેમાં પોતાના શહેરમાં ઘુસી આવેલા રશિયન સૈનિક સામે યુક્રેનની મહિલા પહોંચી ગઈ હતી અને રશિયન સૈનિક પાસે સવાલ-જવાબ કર્યા હતા. હાલ આ વીડિયો પણ ઘણો વાયરલ થયો છે.
યુક્રેનના હેનીચેસ્ક શહેરમાં રશિયન સેનાઓ પહોંચી હતી ત્યારે ત્યાંની એક મહિલા નિર્ભય રીતે એક બંદૂકધારી રશિય સૈનિક સામે પહોંચી ગઈ હતી. મહિલાએ પોતાના જીવની પણ પરવા કર્યા વગર રશિયન સૈનિક સામે જઈને ઉંચા અવાજમાં કહ્યું હતું કે, "તમે કોણ છો? તમે કેમ અમારા દેશમાં આવ્યા છો. મારે એ જાણવું છે કે તમે અહીં શું કરી રહ્યા છો." સામે રશિયન સૈનિક જવાબ આપે છે કે, "અમે અહિં એક્સરસાઈઝ કરી રહ્યા છે. તમે આ રસ્તાથી દૂર જતા રહો." સૈનિક વધુમાં કહે છે કે, આપણી આ ચર્ચાનું કોઈ પરીણામ નહી આવે. આ ઘટના જ્યાં બની એ હેનીચેસ્ક શહેર રશિયાના કબ્જા હેઠળના ક્રિમીયાથી ફક્ત 18 માઈલ દુર છે. રશિયાએ ક્રિમીયા પર 2014માં કબ્જો જમાવ્યો હતો.
Woman in Henichesk confronts Russian military. “Why the fuck did you come here ? No one wants you!” 🤣#Russia #Ukraine #Putin pic.twitter.com/wTz9D9U6jQ
— Intel Rogue🇺🇦 (@IntelRogue) February 24, 2022
ટ્વીટર પર લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને યુક્રેનની આ મહિલાની હિંમતના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ