Ukraine- Russia War: યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યા કરવા રશિયાએ ઘડ્યો છે આ પ્લાન, ઝેલેન્સકીને મારવા 400 આતંકવાદીઓ મોકલાયા
યુદ્ધની શરુઆત થઈ ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યુ હતું કે, રશિયાના પહેલા નિશાના પર હું છું અને બીજા નિશાના પર મારો પરિવાર છે.
Ukraine- Russia Update: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. સવારથી જ કીવની આસપાસના વિસ્તારમાં રશિયન સેના દ્વારા હુમલાઓ ચાલુ છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, રશિયન સૈનિકો પૂરી તાકાતથી કીવને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તે જોતા એવું લાગે છે કે, યુક્રેને પણ રશિયા સામે ઘૂંટણિયે નહીં પડવાનું નક્કી કરી લીધુ છે.
શું દાવો કરાયોઃ
આવા સમયમાં હવે બ્રિટિશ અખબાર ધ ટાઈમ્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યા કરવાનો પ્રાયસ કરી રહ્યું છે. રિપોર્ટ આવી રહ્યા છે કે, હાલ 400 રશિયન આતંકવાદીઓ યુક્રેનની રાજધાની કીવમાં હાજર છે અને આ આતંકીઓને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની હત્યા કરવા માટે મોકલવામાં આવ્યા છે.
યુદ્ધમાં યુક્રેનના નાગરિકોનો ભોગ લેવાયોઃ
ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં રશિયાના હુમલા સતત વધી રહ્યા છે. રશિયન સેનાએ યુક્રેનના ઘણા શહેરો કબજે કર્યા છે. યુક્રેનના મોટા શહેરો પર ક્રુઝ મિસાઈલથી હુમલો કરવામાં આવી રહ્યો છે. શનિવાર સુધીમાં, રશિયન સૈનિકોના હુમલાથી યુક્રેનમાં ત્રણ બાળકો સહિત 198 નાગરિકોનાં મોત થાયાં છે અને અત્યાર સુધીમાં 1,684 લોકો ઘાયલ થયા છે.
યુક્રેનના સૈનિકો અને લોકો પણ રશિયાના સૈનિકો સામે મજબૂતીથી લડી રહ્યા છે. ઓછા સંસાધનોને કારણે, યુક્રેનના રાષ્ટ્રપતિ સતત વિશ્વના અન્ય દેશોની મદદ માંગી રહ્યા છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રવિવારે સાંજે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ યુદ્ધમાં આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચોઃ