Viral News: લગ્નના દિવસે જ વરરાજાનો ભાઈ પડી ગયો ભાભીના પ્રેમમાં ને પછી........
સોશિયલ મીડિયામાં જો નામના વ્યક્તિએ લખ્યું આ ખૂબ જૂની વાર્તા છે. તેના મોટા ભાઈના લગ્ન થઈ રહ્યા હતા અને તે દરમિયાન તેને દુલ્હન સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ તેણે આ વિશે કોઈને કહ્યું ન હતું.
Viral News: લગ્નની સિઝનમાં ભારતમાં અનેક વાયરલ કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણી વખત વિદેશથી લગ્ન અને સંબંધોના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો વિદેશથી સામે આવ્યો છે જ્યાં લગ્ન દરમિયાન જ વરરાજાના નાના ભાઈને કન્યા સાથે પ્રેમ થઈ જાય છે. આ પછી કંઈક એવું થાય છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
ખુદ શેર કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ
વ્યક્તિએ પોતે આ ઘટના વિશે જણાવ્યું છે. જેમાં લગ્નના દિવસે જ હું મારી ભાભી પ્રેમમાં પડી ગયો હતો. આ અંગે સોશિયલ મીડિયામાં જો નામના વ્યક્તિએ લખ્યું કે આ ખૂબ જૂની વાર્તા છે અને તે એક દર્દનાક વાર્તા છે. તેણે કહ્યું કે તેના મોટા ભાઈના લગ્ન થઈ રહ્યા હતા અને તે દરમિયાન તેને દુલ્હન સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ તેણે આ વિશે કોઈને કહ્યું ન હતું.
લગ્નના વીતી ગયા છે દાયકાઓ
અહેવાલ મુજબ, વરરાજાના મોટા ભાઈનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું હતું, જેના કારણે તેનો પરિવાર સંપૂર્ણપણે તૂટી ગયો હતો. આ પછી તે વ્યક્તિએ તેની ભાભી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તેમના લગ્નને ઘણા દાયકાઓ વીતી ગયા છે. હાલમાં જ કોઈએ સોશિયલ મીડિયા પર વ્યક્તિને પૂછ્યું કે તમે તમારી ભાભી સાથે લગ્ન કેમ કર્યા?
લગ્ન મંડપમાં જ ભાભી સાથે થઈ ગયો હતો પ્રેમ
આ સવાલના જવાબમાં વ્યક્તિએ આખી વાત કહી. તેણે કહ્યું કે તેને લગ્ન મંડપમાં જ તેની ભાભી સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ તે કોઈને કહી શક્યો નહોતો. પછી ભાઈના મૃત્યુ પછી બંનેએ લગ્ન કરી લીધા. હાલમાં આ વ્યક્તિની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લોકો તેને ખૂબ કોમેન્ટ, રિશેર કરી રહ્યા છે અને તેણે તેના ભાઈના મૃત્યુ પછી એક સારું પગલું ભર્યું તેમ કહી રહ્યા છે.