યૂક્રેન પરના હુમલાના કારણે પુતિનને કઇ મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરી દેવાયા, જાણો વિગતે
આ પહેલા રશિયા પાસેથી ચેમ્પિયન લીગની ફાઇનલની મહેમાની પણ છીનવી લેવામાં આવી હતી.
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ સતત મોટુ રૂપ લઇ રહ્યું છે. દુનિયાભરના દેશો એકબાજુ રશિયા અને પુતિનની નિંદા કરી રહ્યાં છે, તો બીજીબાજુ યૂક્રેનની મદદે આવી રહ્યાં છે. રશિયા પર અમેરિકા અને યૂરોપીયન યૂનિયનના દેશોએ કડક પ્રતિબંધો લગાવવાનુ શરૂ કરી દીધુ છે, જેના કારણે રશિયાની ફાઇનાન્સિયલ સ્થિતિ કથળી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે પુતિનને વધુ એક મોટો ફટકો આંતરરાષ્ટ્રીય લેવલ પરથી મળ્યો છે. ઇન્ટરનેશનલ જુડો ફેડરેશને પુતિનને પ્રમુખ પદેથી હટાવ દીધા છે.
ઇન્ટરનેશનલ જુડો ફેડરેશન (IJF)માથી પુતિનની છુટ્ટી-
યૂક્રેન પરના હુમલાના કારણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મોટો ઝટકો જુડો ફેડરેશનમાંથી લાગ્યો છે. ઇન્ટરનેશનલ જુડો ફેડરેશન (IJF)એ પુતિનને પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરી દીધા છે. ખાસ વાત છે કે પુતિન આઇજેએફના એમ્બેસેડર પણ હતા. પુતિન રાજનીતિ ઉપરાંત રમતોમાં પણ ખુબ રસ રાખે છે. આ જે કારણ છે કે 69 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ છે. પુતિન જૂડો, બૉક્સિંગ, ફૂટબૉલ, ઘોડેસવારી, ડાઇવિંગ, હૉકી અને બેડમિન્ટન જેવી રમતોના જબરદસ્ત શોખીન છે.
આ પહેલા રશિયા પાસેથી ચેમ્પિયન લીગની ફાઇનલની મહેમાની પણ છીનવી લેવામાં આવી હતી. આ ઉપરાંત પોલેન્ડ અને સ્વીડનની ફૂટબોલ ટીમોએ રશિયા સામે ફીફા વર્લ્ડ કપ 2022 ક્વોલિફાયર મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. પોલેન્ડ ફૂટબોલ એસોસિએશનના વડા ઝેરી કુલેસજાએ જણાવ્યું હતું કે, “યુક્રેન પ્રત્યે રશિયન ફેડરેશનની આક્રમકતા વધવાને કારણે પોલેન્ડની રાષ્ટ્રીય ટીમ રશિયા સામે પ્લે-ઓફ મેચ રમવાનો ઇરાદો ધરાવતી નથી.” અમે સ્વીડન અને ચેક રિપબ્લિકના ફૂટબોલ સંગઠનો સાથે વાતચીત કરી રહ્યા છીએ.
યુક્રેન વિરુદ્ધ યુદ્ધ કારણે પુતિનને દુનિયાભરમાં જ નહીં પરંતુ પોતાના દેશમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયા નંબર વન ટેનિસ પ્લેયર ડેનિલ મેદવેદેવ (Daniil Medvedev) અને એન્ડ્રી રૂબ્લેવ (Andrey Rublev)એ પણ યુદ્ધનો વિરોધ કર્યો છે.
આ પણ વાંચો......
ભારતીય રેલ્વેમાં 756 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....
Bank of Baroda recruitment 2022: બેંક ઓફ બરોડામાં ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી
પાવર ઈન્ડેક્ષઃ કોણ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મિલીટ્રી, જાણો રશિયા અને ભારતનો ક્રમ
યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે