શોધખોળ કરો

War News: રશિયાનો ઘાતક હુમલો, 120 મિસાઇલો અને 90 ડ્રૉનથી હુમલો કરતાં યૂક્રેન ધણધણી ઉઠ્યું

Russia-Ukraine War: યૂક્રેનિયન વાયુસેનાએ દાવો કર્યો હતો કે તેણે 210 હવાઈ લક્ષ્યોમાંથી 144ને નષ્ટ કર્યા છે

Russia-Ukraine War: રવિવારે રશિયાએ યૂક્રેન પર મોટા પાયે ડ્રૉન અને મિસાઈલ હુમલા કર્યા, જેને તાજેતરના મહિનાઓમાં સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. આ હુમલામાં ઉત્તરી યૂક્રેનના સુમી શહેરમાં નવ માળની ઈમારતને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા.

યૂક્રેનના આંતરિક બાબતોના પ્રધાન ઇહોર ક્લિમેન્કોના જણાવ્યા અનુસાર, સુમીમાં માર્યા ગયેલા લોકોમાં બે બાળકો પણ સામેલ છે. આ ઘટના બાદ બિલ્ડિંગમાંથી 400થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવકર્મીઓ હજુ પણ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. ક્લિમેન્કોએ કહ્યું રશિયા દ્વારા નાશ પામેલ દરેક જીવન એક મહાન દુર્ઘટના છે,

હુમલાની જોરદાર અસર 
રશિયાએ આ હુમલાઓમાં યૂક્રેનના ઉર્જા માળખાને નિશાન બનાવ્યું હતું, દેખીતી રીતે શિયાળા પહેલા દેશના વીજ પુરવઠાને વિક્ષેપિત કરવાના હેતુથી. યૂક્રેનના પ્રમુખ વોલૉદિમીર ઝેલેંન્સ્કીએ અહેવાલ આપ્યો કે રશિયાએ 120 મિસાઇલો અને 90 ડ્રૉન લૉન્ચ કર્યા છે, જેમાં ઇરાની બનાવટના "શાહિદ" ડ્રૉન અને અન્ય પ્રકારની બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલોનો સમાવેશ થાય છે. યૂક્રેનિયન વાયુસેનાએ દાવો કર્યો હતો કે તેણે 210 હવાઈ લક્ષ્યોમાંથી 144ને નષ્ટ કર્યા છે. આ હોવા છતાં, માયકોલાઇવમાં ડ્રૉન હુમલામાં બે લોકો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા.

અમેરિકન લાંબી દુરીની મિસાઇલોને મંજૂરી 
હુમલાની વચ્ચે યુએસ પ્રમુખ જો બાઇડેને યૂક્રેનને રશિયાની અંદર હુમલો કરવા માટે યુએસ દ્વારા સપ્લાય કરેલી લાંબા અંતરની મિસાઇલો (ATACMS) નો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે રશિયાએ કુર્સ્ક ક્ષેત્રમાં ઉત્તર કોરિયાના હજારો સૈનિકોને સામેલ કરીને તેની સૈન્ય ક્ષમતા વધારવાનો પ્રયાસ કર્યો. આ પ્રથમ વખત છે જ્યારે યુએસએ રશિયન ક્ષેત્રમાં પશ્ચિમી હથિયારોના ઉપયોગની મંજૂરી આપી છે.

આ પણ વાંચો

Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ

                                                                                                                            

ટોપ સ્ટોરી

UN on Death Penalty: UNમાં મૃત્યુદંડ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, આ દેશોએ અગાઉ લીધો હતો નિર્ણય?
UN on Death Penalty: UNમાં મૃત્યુદંડ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, આ દેશોએ અગાઉ લીધો હતો નિર્ણય?
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Embed widget