Taliban History:તાલિબાનનો ઉદભવ કઇ રહીતે થયો? અફઘાનિસ્તા પર તેના કબ્જાથી ભયભિત કેમ છે દુનિયાના દેશો
તાલિબાન કોણ છે અને તેનો ઉદેશ શું છે અને તેના ઉદભવની કહાણી શુ છે જાણીએ
Taliban History:સમગ્ર દુનિયા મૌન બનીને જોતી રહી ગઇ અને તાલિબાને અફઘાનિસ્તા પર કબ્જો કરી લીઘો. ભારત જ્યારે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યું હતું તે સમયે તાલિબાનના ફાઇટર્સ કાબૂલને ઘેરી રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, જ્યાં તાલિબાનો કબ્જો થાય છે ત્યાં શરિયા કાનૂન અને કોડા મારવાની સજા, જાહેરમાં હત્યા, મહિલાની આઝાદી પર પ્રતિંબંધ, જેવા અનેક અમાનવીય કાયદા લાગૂ થાય છે. તાલિબાનની આ તાસીરથી ભયભીત લોકો હાલ પાડોશી દેશમાં શરણ લેવા મજબુર બન્યાં છે. સૌથી પહેલા એ સમજી લઇએ કે તાલિબાન કોણ છે અને તેનો ઉદેશ શું છે?
તાલિબાન કોણ છે અને તેનો ઉદેશ શું છે?
અફઘાનિસ્તાનમાં રશિયા સૈનિકની વાપસી બાદ ઉત્તરી પાકિસ્તાનમાં તાલિબાનનો ઉદય થયો. પશ્તો ભાષામાં તાલિબાનનો અર્થ થાય છે વિદ્યાર્થી, ખાસ કરીને એવા વિદ્યાર્થી જે કટ્ટર ઇસ્લામી ધાર્મિક શિક્ષાથી પ્રેરિત છે.
તાલિબાનનો ઉદેશ શું છે?
કહેવાય છે કે, કટ્ટર સુન્ની ઇસ્લામી વિદ્રાનોએ ધાર્મિક સંસ્થાના સહયોગથી પાકિસ્તાનમાં તેની પાયો નાખ્યો હતો. તાલિબાનને ઉભું કરવા પાછળ સઉદી અરબથી આવતી આર્થિક મદદને જવાબદાર ગણાય છે. તાલિબાનનો મકસદ ઇસ્લામી દેશોમાં વિદેશી શાસનને ખતમ કરીને શરિયા કાયદો કે ઇસ્લામી શાસનને સ્થાપિત કરવાનો છે. શરૂઆતમાં સામંતના અત્યાચાર અને અધિકારીઓના કરપ્શનથી ત્રસ્ત લોકોને તાલિબાનમાં મસીહા નજર આવ્યા અને કેટલાક વિસ્તારમાં લોકોએ તેનું સ્વાગત પણ કર્યું હતું પરંતુ ત્યારબાદ તેની કટ્ટરતાના અમાવિય કાયદાના કારણે તેની લોકપ્રિયતા ખતમ થઇ ગઇ અને હવે તે એટલો શક્તિશાળી બની ગયો કે, અફધાનિસ્તાને કબ્જે કરી લીધું છે અને દુનિયાના દેશો ચૂપચાપ આ તમાસો જોઇ રહ્યાં છે.