Zombie Virus: કોરોના બાદ વધુ ભયાનક મહામારીની આશંકા! રશિયાએ 48,000 વર્ષ જુનો વાયરસ ફરી જીવિત કર્યો
પાણીની સપાટી નીચે આશરે 48,500 વર્ષથી બરફમાં ધરબાયેલા ઝોમ્બી વાયરસ પણ જીવંત થયો છે. આ વાયરસ માનવજાત માટે ખતરો ઉભો કરી શકે છે. હજારો વર્ષ જુના ખતરનાક વાયરસ પુન:જીવિત થયાની ઘટના રશિયામાં ઘટી છે.
Zombie Virus Revive: દુનિયા હજી કોરોના વાયરસની મહામારીમાંથી હજી બહાર નથી આવી ત્યાં નવા અને વધુ ભયાનક રોગચાળાનો ખતરો મંડરાવવા લાગ્યો છે. વૈજ્ઞાનિકોના મતે ગ્લોબલ વોર્મિંગના કારણે માનવજાત પરઅ ભયાનક ખતરો મંડરાઈ રહ્યો છે. શંસોધનકારોના જણાવ્યા પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે જળવાયુ પરિવર્તન દ્વારા પ્રાચીન પર્માફ્રોસ્ટને પિગળી રહ્યો છે.
એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રાચીન પર્માફ્રોસ્ટના ઓગળવાની ઘટનાએ લગભગ બે ડઝન વાયરસને પુનર્જીવિત કરી દીધા છે. દાવા પ્રમાણે પાણીની સપાટી નીચે આશરે 48,500 વર્ષથી બરફમાં ધરબાયેલા ઝોમ્બી વાયરસ પણ જીવંત થયો છે. આ વાયરસ માનવજાત માટે ખતરો ઉભો કરી શકે છે. હજારો વર્ષ જુના ખતરનાક વાયરસ પુન:જીવિત થયાની ઘટના રશિયામાં ઘટી છે.
રશિયામાં 'ઝોમ્બી વાઈરસ' જીવતો થયો
એક અહેવાલ મુજબ યુરોપના સંશોધનકારોએ રશિયાના સાઇબિરીયા પ્રદેશમાં પર્માફ્રોસ્ટથી એકત્રીત પ્રાચીન નમૂનાની તપાસ કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે વૈજ્ઞાનિકોએ 13 રોગજન્ય વાયરસની વિશેષતા જનાવતા તેમને જીવતા કરી દીધા છે. વૈજ્ઞાનિકોએ તેમને 'ઝોમ્બી વાયરસ' ગણાવ્યા છે. વૈજ્ઞાનિકોના ધ્યાને આવ્યું હતું કે, સદીઓ સુધી બરફના ભૂગર્ભમાં દટાઈ રહ્યાં બાદ પણ વાયરસ સંક્રમક બન્યા છે.
આ વાયરસ 48,500 વર્ષ સુધી બરફમાં દટાયેલો હતો
રિપોર્ટ પ્રમાણે સૌથી જૂના વાયરસને પેન્ડેરવાયરસને યેડોમા કહેવામાં આવે છે. તેમની ઉંમર 48,500 વર્ષથી વધુ જણાવવામાં આવી રહી છે. આ વાયરસે આ જ ટીમ દ્વારા 2013માં શોધવામાં આવેલા વાયરસનો પણ રેકોર્ડ તોડ્યો છે. આ વાયરસની ઉંમર 30,000 વર્ષથી વધુ હોવાની જણાવાઈ હતી. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ પ્રાચીન વાયરસને ફરી જીવતો કરવામાં આવવાના કારણે છોડ, પ્રાણી કે માનવ રોગના સંદર્ભમાં સ્થિતિ વધુ વિનાશક હશે.
માનવ-પ્રાણીઓને કરી શકે છે સંક્રમિત
રશિયા, જર્મની અને ફ્રાન્સના સંશોધકોની ટીમે જણાવ્યું હતું કે, તેમના સંશોધનમાં વાયરસને પુનર્જીવિત કરવાના જૈવિક જોખમો સંપૂર્ણપણે નગણ્ય હતું. તેના લક્ષિત તણાવોના કારણે પુનર્જીવિત થયા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ વાયરસ ખૂબ જ ખતરનાક છે. આ મનુષ્યો અને પ્રાણીઓને સંક્રમિત કરી વધારે વિનાશકારી સાબિત થઈ શકે છે.
ગ્લોબલ વોર્મિંગને કારણે વધારો
વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ચેતવણી આપી રહ્યાં છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે થિજાયેલો બરફ પિગળવાથી જળવાયુ પરિવર્તન ગડબડી શકે છે. જળવાયુ પરિવર્તનના કારણે જમીનમાં રહેલું મિથેનનું વિઘટન થશે જેનાથી ગ્રીનહાઉસ પર અસર પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગને કારણે એવી પણ શક્યતા છે કે, પ્રાચિન પરમાફ્રોસ્ટ પિગળવાના કારણે અજાણ્યા વાયરસ પણ બહાર આવી જશે.