શોધખોળ કરો
Photos: સોનલ શતાબ્દી વર્ષ અંતર્ગત દ્વારકાધીશને ચારણ સમાજ કર્યું ધ્વજારોહણ, વિવિધ ઝાંખીઓ સાથે માનવ મહેરામણ હિલોળે ચડ્યું
Dwarka News: તીર્થ નગર દ્વારકા માં આજે ચારણ સમાજ દ્વારા આઈ શ્રી સોનલ માતાજી ના જન્મ સ્તાબધી વર્ષ અનુસંધાને સમગ્ર રાજ્ય માંથી ચારણો આવી કાળિયા ઠાકોર ને ધ્વજા ચડાવી.
દ્વારકાની બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યું
1/5

ચારણ કુલગુરુ ભાગવતાચાર્ય શાસ્ત્રી કશ્યપ જોશી ની આગેવાનીમાં સમસ્ત ચારણ સમાજ દ્વારા વિવિધ ઝાંખીઓ સાથે વાજતે ગાજતે દ્વારકાધીશ ની શોભાયાત્રા નીકળી હતી.
2/5

શોભાયાત્રામાં જેમાંબારાડી, કચ્છ, રાજસ્થાન સહિત વિસ્તારોમાંથી ચારણો જોડાયા હતા.
3/5

શોભાયાત્રામાં ગુલાબી રૂમાલ સાથે ચારણી પહેરવેશ ધારણ કરી ગોવાળીયા રાસ,,ચારણ કન્યા માતાજી સ્વરૂપ,યજમાનો એક જ પરિવેશમાં જોવા મળ્યા હતા.
4/5

કાર્યક્રમ દરમિયાન કચ્છી ઢોલીઓએ જમાવટ કરી હતી.
5/5

પૂજા વિધિ, મહાપ્રસાદ અને ઐતિહાસિક શોભાયાત્રા બાદ સાંજે પ્રખ્યાત કલાકારો ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી સહિત નાં નામાંકીત કલાકારો ડાયરો જમાવશે.
Published at : 08 Jan 2024 04:28 PM (IST)
આગળ જુઓ





















