શોધખોળ કરો
Salangpur Hanuman: સાળંગપુરમાં કષ્ટભંજન દેવને જંઉ-દાળાનો કરાયો દિવ્ય શણગાર, જુઓ તસવીરો
Salangpur Hanuman: જઉં-દાળિયાના એક-એક દાણા-દાણા પર દાદા-દાદા લખી દાદા પ્રત્યેની ભક્તિનું અનોખું એવં આકર્ષક શણગારનું સમપર્ણ કરાયુ.
શણગાર
1/7

હિન્દુ ધર્મમાં મંગળવારને ભગવાન હનુમાનનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન હનુમાનના ભક્તો વિધિવત પૂજા અર્ચના કરે છે અને વ્રત રાખે છે.
2/7

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિતે તા.28-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ૨૫૫૦૦ જઉં- દાળિયાના ધાન્યનો દિવ્ય શણગાર ધરાવાયો હતો.
3/7

દાદાના સિંહાસનને જઉં- બાજરો-જુવાર વિગેરે ધાન્યનો શણગાર કરી સવારે 5:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7:૦૦ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
4/7

શ્રીકષ્ટભંજનદેવહનુમાનજી મહારાજની એક-એક દાણા પર “દાદા”નું નામ લખી ભક્તોએ આકર્ષક શણગાર કરી ભક્તિ અર્પણ કરી હતી.
5/7

મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
6/7

જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
7/7

કષ્ટભંજન દેવના અનોખા શણગારના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી હતી.
Published at : 28 Feb 2023 08:52 AM (IST)
આગળ જુઓ
Advertisement