જગન્નાથ મંદિર ચાર ધામોમાં મહત્વનું ધામ છે.ઓડિશાના પુરી શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે. 800 વર્ષથી પણ પ્રાચીન આ જગન્નાથના મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. જેને આજદિન સુધી કોઇ નથી ઉકેલી શક્યું.
2/6
જગન્નાથજીના મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે અહીં મંદિરની શિખા પરનો ધ્વજ પવનની વિરૂદ્ધ દિશામાં જ ફરકે છે. સામાન્ય રીતે દિવસમાં હવા સમુદ્રથી ઘરતી તરફ ચાલે છે અને સાંજે સમુદ્ર તરફ ચાલે છે.આવું કેમ થાય છે, તેનું રહસ્ય હજું સુધી કોઇ નથી જાણી શક્યું.
3/6
જગન્નાથના મંદિરના શિખર પર સુદર્શન ચક્ર છે. આપ ગમે તે દિશામાં ઉભા રહો આ સુદર્શન ચક્રનું મોં આપના તરફ દેખાશે.
4/6
જગન્નાથ મંદિર સાથે જોડાયેલું અન્ય એક રહસ્ય એવું છે કે આ મંદિપનો પડછાયો અદશ્ય રહે છે. જેને આજદિન સુધી કોઇ નથી જોઇ શક્યું, આવું કેમ છે તે રહસ્ય અંકબંધ છે.
5/6
સામાન્ય રીતે મંદિરના શિખર પર પક્ષીઓ ઉડતાં જોવા મળે છે અને શિખર પર બેસતાં પણ હોય છે પરંતુ જગન્નાથજીના મંદિરમાં આવું નથી બનતું ન તો મંદિર પરથી પક્ષી પસાર થાય છે કે ન તો ક્યારેય જહાજ ગુજરે છે.
6/6
આ મંદિરની રસોઇ પણ આશ્ચર્યજનક છે. અહીં પ્રસાદ પકાવવા માટે વાસણ એકબીજાની ઉપર રાખવામાં આવે છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, સૌથી ઉપર રાખેલા વાસણમાં જ પ્રસાદ જલ્દી પાકી જાય છે. ઉપરાંત મંદિરનો પ્રસાદ ક્યારેય ઓછો નથી પડતો. 20 હજાર ભક્તો હોય કે 2 લાખ પ્રસાદ બધાને મળે છે. મંદિર બંધ થતાં જ પ્રસાદ ખતમ થઇ જાય છે.