શોધખોળ કરો
Tulsi Vivah 2024 Upay: તુલસી વિવાહના દિવસે આ એક વસ્તુનું કરો દાન, બદલાઈ શકે છે તમારુ નશીબ
Tulsi Vivah 2024: તુલસી વિવાહના દિવસે વિધિ પ્રમાણે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે, આ દિવસે આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે.

તુલસી વિવાહ 2024
1/6

તુલસી વિવાહનો તહેવાર વર્ષ 2024માં 13 નવેમ્બર, બુધવારના રોજ આવી રહ્યો છે. આ દિવસે દેવી લક્ષ્મીના રૂપમાં તુલસીજીના લગ્ન ભગવાન વિષ્ણુના રૂપમાં ભગવાન શાલિગ્રામ સાથે થાય છે.
2/6

આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાના યોગ નિદ્રા પછી જાગે છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
3/6

હિંદુ ધર્મમાં કન્યાદાનને મહાન દાન માનવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે જે દંપતીઓને પુત્રી નથી અથવા જેઓ પુત્રીની ઈચ્છા રાખે છે તેઓ તુલસી માતાને પોતાની પુત્રી માની અને કન્યાદાન કરે છે.
4/6

આ દિવસે કન્યાદાન કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે વસ્ત્રો અને આભૂષણોનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આનું દાન કરવાથી વ્યક્તિને બમણો લાભ મળે છે.
5/6

હિંદુ ધર્મમાં તુલસી વિવાહનું ખૂબ મહત્વ છે અને આ દિવસે દાન કરવાથી શુભ ફળ અને પુણ્ય મળે છે.
6/6

તુલસી વિવાહના દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે.
Published at : 10 Nov 2024 05:52 PM (IST)
View More
Advertisement