મોટાભાગે શુભમુહૂર્ત જોઇને નવા કામ શરૂ કરવામાં આવે છે પરંતુ જો શુભ મૂહૂર્ત જોયા વિના પણ આપ શુભ દિવસ જોઇને નવા કાર્યને શરૂ કરી શકો છો. નિશ્ચિત કાર્ય શરૂ કરવા માટે નિશ્ચિત વાર નક્કી કરાયા છે. તો જાણીએ ક્યા વારે ક્યું કામ શરૂ કરવાથી સફળતા મળે છે.
2/8
જો આપ કોઇ ખાણીપીણીનો ઘંધો શરૂ કરી રહ્યાં હો અથવા તો પાણી સંબંધિત મીનરલ વોટરનો ધંધો શરૂ કરી રહ્યાં હો તો આ બિઝનેસના શુભારંભ માટે સોમવારે શ્રેષ્ઠ દિવસ છે.અન્ય દિવસો વિશે પણ જાણો
3/8
જમીન, મકાન અથવા નિર્માણ સંબંધિત કોઇપણ કામની શરૂઆત માટે મંગળવાર શ્રેષ્ઠ દિવસ છે.
4/8
શેરબજાર, રોકડ નાણાની લેવડ દેવડ માટે બુધવાર શ્રેષ્ઠ છે કારણ કે બુધનો સંબંધ સીધો ધન સાથે છે.
5/8
શિક્ષણ, અનાજ, વિધા આરંભ જેવા કોઇ પણ કામ માટે ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગુરૂવારે શરૂ કરેલા કાર્યનું શુભ ફળ મળે છે.
6/8
કલા પ્રતિભા અને સૌંદર્ય સાથે જોડાયેલા કોઇપણ કાર્યના પ્રારંભઆ માટે શુક્રવારને ઉત્તમ માનવામાં આવે છે.
7/8
જો આપ કોઇ કામ લાંબા સમય સુધી ચલાવવા માંગતા હો. જેમ કે કોઇ નોકરી લાંબા સમય સુધી કરવા માંગતા હો કે કોઇ બિઝનેસ લાંબો સમય ચાલે તેવું ઇચ્છતા હો તો આ કાર્યનો પ્રારંભ શનિવારે કરવું શુભ રહે છે.
8/8
લાકડા સંબંધિત બિઝનેસ, પદ ગ્રહણ અને કોઇ રાજકિય કામ માટે રવિવારને શુભ માનવામાં આવે છે. આ પ્રકારના કામ રવિવારે શરૂ કરો.