શોધખોળ કરો
આ કારની ડિઝાઈન જોઈને જ તમે પાગલ થઈ જશો! Audiની આ લક્ઝરી કારનું નવું એડિશન થયું લોન્ચ, જાણો તેની કિંમત કેટલી છે
Audi Q5 Bold Edition: ઓડી ઇન્ડિયાએ હાલમાં જ તેની લક્ઝરી કારનું નવું એડિશન લોન્ચ કર્યું છે, જે તમને રૂ. 72 લાખથી વધુની કિંમતે ઉપલબ્ધ થશે. ચાલો જાણીએ આ શાનદાર કારની વિશેષતાઓ વિશે.
લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપની ઓડી ઇન્ડિયાએ તાજેતરમાં ભારતમાં Q5 ની બોલ્ડ એડિશન લોન્ચ કરી છે. કંપનીએ આ કારને 5 બાહ્ય રંગો સાથે રજૂ કરી છે, જેમાં ગ્લેશિયર વ્હાઇટ, માયથોસ બ્લેક, નેવી બ્લુ, ડિસ્ટ્રિક્ટ ગ્રીન અને મેનહટન ગ્રેનો સમાવેશ થાય છે.
1/5

ઓડીની આ નવી કારની ડિઝાઈનની વાત કરીએ તો કારમાં બ્લેક ગ્રિલ, ઓડી એમ્બેમ્સ, બારી ફરતે બાહ્ય અરીસાઓ અને હાઈ-ગ્લોસ બ્લેક રૂફ રેલ્સ જેવા તત્વો આપવામાં આવ્યા છે.
2/5

કંપનીની આ કારના ફિચર્સ વિશે વાત કરીએ તો, તમને Audiની આ કારમાં 19 ઇંચના સ્પોર્ટી વ્હીલ્સ મળવાના છે. આ સિવાય એડપ્ટિવ સસ્પેન્શન, LED લાઇટિંગ, પેનોરેમિક સનરૂફ અને કીલેસ એન્ટ્રી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
Published at : 07 Aug 2024 12:28 PM (IST)
આગળ જુઓ





















