હોમફોટો ગેલેરીઓટોKia Carens revealed: Kia એ SUV Carens પરથી ઉઠાવ્યો પડદો, જાણો કેવા છે ફીચર્સ
Kia Carens revealed: Kia એ SUV Carens પરથી ઉઠાવ્યો પડદો, જાણો કેવા છે ફીચર્સ
By : સોમનાથ ચેટર્જી | Updated at : 16 Dec 2021 01:43 PM (IST)
Kia Carens
1/4
કિયાએ આજે ભારતમાં તેની SUV Carenથી પડદો ઉઠાવ્યો છે. કંપનીએ પહેલા જ માહિતી આપી હતી કે તેઓ નવી એસયુવી Caren નું ગુરુગ્રામમાં 16 ડિસેમ્બર વર્લ્ડ પ્રીમિયર કરશે. કંપનીનો દાવો છે કે તેની આ કાર પરિવારની જરૂરિયાતો પૂરી થશે. કંપનીએ કી કાર સેગમેન્ટમાં શ્રેષ્ઠ ફિચર્સ જોવા મળશે.
2/4
કિયા Caren લક્ઝુરિયસ ઈન્ટિરિયર્સ, સ્માર્ટ કનેક્ટિવિટી ફીચર્સ, બોલ્ડ એક્સટીરિયર્સ અને ત્રીજી રૉ માટે પુષ્કળ જગ્યા પ્રદાન કરે છે. કારની કેબિનમાં હાઇટેક રેપરાઉન્ડ ડેશ ડિઝાઇન આપવામાં આવી છે. એક 10.25-ઇંચ ઓડિયો વિડિયો નેવિગેશન ટેલિમેટિક્સ (AVNT) ડેશ બોર્ડની મધ્યમાં મૂકવામાં આવ્યું છે, જે આધુનિક અનુભવ આપે છે.
3/4
કિયા મોટર્સે તાજેતરમાં જણાવ્યું હતું કે Carenની ડિઝાઇન ફિલોસોફી પાંચ સ્તંભો પર આધારિત છે - 'બોલ્ડ ફોર નેચર, જોય ફોર રિઝન, પાવર ટુ પ્રોગ્રેસ, ટેક્નોલોજી ફોર લાઇફ અને ટેન્શન ફોર સેરેનિટી' આ કારની ડિઝાઇન 'બોલ્ડ ફોર નેચર' થીમ પર આધારિત છે. કારનું એક્સટીરિયર હાઇટેક સ્ટાઇલ દર્શાવે છે. કિયા Carenના આગળના ભાગમાં વાઘના ચહેરાની અનન્ય ડિઝાઇન છે. ઉપરાંક આકર્ષક રીતે હાઇલાઇટ કરેલ ઇન્ટેક ગ્રિલ, LED હેડલેમ્પ્સ અને ડે ટાઇમ રનિંગ લાઇટ્સ (DRL) પણ છે.
4/4
Carens માં 1.4 ટર્બો પેટ્રોલ મોટર અને DCT ઓટોમેટિક ગિયરબોક્સનો સમાવેશ થાય છે. મેન્યુઅલ/ઓટોમેટિક વિકલ્પો સાથે ડીઝલ 1.5l અને પેટ્રોલ 1.5l પણ છે. પેટ્રોલ 1.5l 6-સ્પીડ મેન્યુઅલ અથવા CVT ઓટોમેટિક સાથે આવશે જ્યારે ડીઝલ મેન્યુઅલ અથવા ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સાથે આવશે. Carens માટે આ એક વૈશ્વિક મોકો છે અને કાર આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.