શોધખોળ કરો
Citroen C5 Aircross India Review: આ કારણે અન્ય કારોથી અલગ છે Citroen C5 Aircross
1/5

ડીઝલ એન્જિન ડિસન્ટ અને અનુકૂળ છે જ્યારે ઓટોમેટિક ગિયરબોક્સ ખૂબ સરળ અને આરામદાયક છે. ફક્ત એટલું જ કહીશું કે જ્યારે એન્જિન વધુ ઝડપે ચાલતું હોય ત્યારે થોડો અવાજ આવે છે. C 5 ક્રુઝ ખરેખર સારી છે અને તમને આશરે 13-15 kmpl મળશે. જે આ પ્રકારની એસયુવી માટે ખૂબ સારું છે. પહેલા C 5 એરક્રોસનું વિશિષ્ટ 'લા મેસન' ડીલરશીપ દ્વારા વેચાણ કરવામાં આવશે, જે 10 સ્થળોએ સ્થિત છે. C5 Aircross Citroen ભારતમાં લોન્ચ થયેલું પહેલું મોડેલ છે.
2/5

ડ્રાઇવિંગનો અનુભવ અનોખો છે કારણ કે Citroen દાવો કરતો નથી કે C 5 Aircross "સ્પોર્ટી" છે. તેના બદલે તે ચલાવવા માટે એક સરસ અને આરામદાયક SUV છે. સ્ટીઅરિંગ વ્હીલમાં એક મોટી રિમ છે અને સ્ટીઅરિંગ વાપરવું સારું છે. ભારતમાં ફક્ત એક એન્જિન વિકલ્પ ઉપલબ્ધ છે અને તે 2.0 ડીઝલ છે. જે 177hp અને 400Nm ટોર્ક જનરેટ કરે છે. એકમાત્ર ગિયરબોક્સ 8 સ્પીડ ઓટોમેટિક છે. C 5 એરક્રોસ પર સસ્પેન્શન hydraulic cushions સાથે આવે છે. તેની સવારીમાં ખાડો / સ્પીડ-બ્રેકર શોધી શકાયું નથી.
Published at :
આગળ જુઓ





















