શોધખોળ કરો
બ્રાયન લારાએ આ યુગની બેસ્ટ ટીમમાં કયા બે ભારતીયનો આપી જગ્યા, બીજા કયા ખેલાડીઓને કર્યા સામેલ, જાણો વિગતે
1/7

(ફાઈલ તસવીર)
2/7

વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ પોતાની સાથે રમનારા સર્વશ્રેષ્ઠ બૉલરોની યાદીમાં વસીમ અકરમ, શેન વોર્ન, વકાર યુનુસ, મુથૈયા મુરલીધરન અને ગ્લેન મેક્ગ્રાને સામેલ કર્યા છે. (ફાઈલ તસવીર)
3/7

બ્રાયન લારાએ પોતાની સાથે રમનારા પાંચ સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો અને બૉલરોને પણ પસંદ કર્યા છે. આમાં સચિન તેંદુલકર, રિકી પોન્ટિંગ, જેક કાલિસ, કુમાર સાંગાકારા, રાહુલ દ્રવિડ બેટ્સમેનોની યાદીમાં છે. (ફાઈલ તસવીર)
4/7

બૉલરોને લારાએ બુમરાહની સાથે ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન, દક્ષિણ આફ્રિકાના કગિસો રબાડા અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનને પસંદ કર્યા છે. (ફાઈલ તસવીર)
5/7

બ્રાયન લારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ ટીમમાં જોકે આ ખેલાડીઓને કોઇપણ પ્રકારની રેન્ક નથી આપવામાં આવી.(ફાઈલ તસવીર)
6/7

બ્રાયન લારાએ પોતાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં કોહલી ઉપરાંત ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન, ઇંગ્લેન્ડના જો રૂટ, દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સ અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને જગ્યા આપી છે. (ફાઈલ તસવીર)
7/7

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ પોતાની આ યુગની સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો અને બૉલરોની એક ટીમ પસંદ કરી છે. આ ટીમમાં ભારતના વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને જ સિલેક્ટ કરવામાં આવ્યા છે.
Published at :
આગળ જુઓ





















