ચેક રિપ્બલિકઃ આ દેશમાં આંશિક લોકડાઉન નાંખવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ્ અને હોટલને ફરીથી બંધ કરવા આદેશ અપાયો છે. દેશમાં રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ ઉપરાંત છ થી વધુ લોકોને ભેગા નહીં થવાનો આદેશ કરાયો છે.
2/6
વેલ્સઃ વેલ્સમાં ક્રિસમસના દિવસથી લોકડાઉન લાગશે. લોકોને ફેસ્ટિવલના બહાને ભેગા ન થવાની સલાહ સરકારે આપી છે. તમામ દુકાનો બંધ રહેશે. વેલ્સમાં 1,03,00 કોવિડ-19 કેસ છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)
3/6
નેધરલેન્ડઃ નેધરલેન્ડે 5 સપ્તાહનું લોકડાઉન નાંખી દીધું છે. નેધરલેન્ડમાં 19 જાન્યુઆરી, 2021 સુધી લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. નેધરલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું, નેધરલેન્ડમાં તાળાબંધી થઈ રહીછે. ક્રિસમસ પહેલા જ અમને અમારા આ નિર્ણય બદલ ખેદ છે. અહીંના નાગરિકો પણ લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે.
4/6
ડેનમાર્કઃ ડેનમાર્કના પ્રધાનમંત્રીએ દેશમાં 25 ડિસેમ્બર 2020થી 3 જાન્યુઆરી 2021 સુધી લોકડઉનની જાહેરાત કરી છે. ડેનમાર્કમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,20,330 પર પહોંચી છે અને 975 લોકોના મોત થયા છે.
5/6
છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં 7.09 લાખ નવા મામલા સામે આવ્યા છે અને 12,519 લોકોના મોત થયા છે. દુનિયામાં સતત બીજા દિવસે સાતથી વધારે કેસ નોંધાયા છે. વિશ્વભરમાં કોરના સંક્રમિતોની સંખ્યા સાત કરોડ 52 લાખને પાર થઈ ગઈ છે. કોરોના વાયરસની ઝપેટમાં આવીને અત્યાર સુધીમાં 16 લાખ 67 હજારથી વધુ લોકોના મોત થયા છે. 5 કરોડ 28 લાખ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાના ખતરાને જોતાં અનેક દેશોએ લાકડાઉન નાંખ્યું છે.
6/6
જર્મનીઃ જર્મની કોરોના વાયરસની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે. જેને લઈ અહીંયા 16 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. જર્મની સરકારે દેશમાં લોકડાઉન લાગુ કરતાં પહેલા તમામ લોકોને જરૂરી વસ્તુઓની ખરીદી કરી લેવા વિનંતી કરી હતી. હાલ મોટાભાગની હોસ્પિટલો કોવિડ દર્દીઓથી હાઉસ ફૂલ થઈ ગઈ છે. માત્ર 5 લોકોને જ ભેગા થવાની છૂટ આપવામાં આવી છે.