શોધખોળ કરો
આમિર ખાનની પુત્રી, ઇરા ખાનનું કોની સાથે છે લવ અફેર, કોને કરી રહી છે ડેટ? જુઓ વાયરલ તસવીરો
1/8

2019માં મ્યુઝિક કંપોઝર મિશાલ અને ઇરાનું બ્રેકઅપ થઇ ગયું હતું. 23 વર્ષની ઇરાએ બ્રકઅપના સમાચાર તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં હતા.
2/8

થોડા સમય પહેલા ઇરાએ ખુલાસો કર્યો હતો કે, તે ડિપ્રેશન સામે ઝઝુમી રહી છે. રડવું, ખાવું અન સૂવા તેનું રૂટીન બની ગયું છે.
3/8

મિશાલ કૃપલાની સાથે બ્રેકઅપ થયા બાદ ઇરાને લોકડાઉનમાં નૂપૂર સાથે પ્રેમ થયો. ઉલ્લેખનિય છે કે, નૂપુર આમિર ખાનનો ફિટનેસ કોચ છે.
4/8

વેલેન્ટાઇન ડે વીકના પ્રોમિસ ડેના અવસરે તેમણે નૂપુર શેખર સામે પ્રેમનો ઇકરાર કરતી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
5/8

ઇરા અને નૂપુર આમિર ખાનના ફાર્મ હાઉસ પર હોલિડે એન્જોય કરવા માટે ગયા હતા. આ સમય દરમિયાન બંનેએ એકબીજા સાથે ઘણો સમય વિતાવ્યો હતો. ઇરાના માતા રીના દત્તાએ જ ઇરા સાથે નૂપુરની મુલાકાત કરાવી હતી. બંનેએ દિવાળી પર્વ પણ સાથે જ સેલિબ્રેટ કર્યું હતુ.
6/8

ઇરાએ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીર શેર કરી છે. જેમાં તે નૂપુરની આંખમાં આંખ પરોવતી જોવા મળે છે. ઇરાએ તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે, તારી સાથે અને તારા માટે પ્રોમિસ કરવું મારા માટે ગર્વની વાત છે. ઇરાએ નૂપુરને ડ્રીમ બોય પણ કહ્યો છે. ઇરાની આ તસવીર જોઇને ફેન તેમને શુભકામના પાઠવી રહ્યાં છે.
7/8

આમિરખાનની દીકરીએ વેલેન્ટાઇન પહેલા જ તેમના લવ અફેરની જાહેરાત કરી દીધી છે. ઇરા ફિટનેસ ટ્રેનર નૂપુર શિખર સાથે ઇશ્ક ફરમાવી રહી છે.
8/8

બોલિવૂડ સુપર સ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાન સૌથી લોકપ્રિય સ્ટાર કિડસ છે. ઇરાએ હજું બોલિવૂડમાં એન્ટ્રી નથી કરી. જો કે સોશિયલ મીડિયા પર તેના સંખ્યાબંધ ફેન ફોલોઇંગ છે. હાલ ઇરા તેની લવ લાઇફને લઇને ચર્ચાંમાં છે.
Published at :
આગળ જુઓ





















