વર્ષ 2022માં શરુઆતથી જ ઘણી ફિલ્મો બેક ટૂ બેક રિલીઝ થઈ રહી છે. આમાંથી કેટલીક ફિલ્મો એવી પણ છે કે જેના પહેલા ભાગને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. હવે દર્શકો એ ફિલ્મોના બીજા ભાગ એટલે કે સિક્વલની રાહ જોઈ રહ્યા છે. આવી ફિલ્મોની યાદીમાં સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફનું નામ સૌથી ઉપર છે. આ ફિલ્મનો બીજો ભાગ 14 એપ્રિલે રિલીઝ થઈ રહ્યો છે.
2/6
મે મહિનામાં કાર્તિક આર્યન પોતાની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 લઈને થિયેટરોમાં પહોંચવાનો છે. આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થશે.
3/6
જોન અબ્રાહમ અને દિશા પટની સ્ટારર ફિલ્મ એક વિલન રિટર્ન્સ જુલાઈ મહિનાની 9 તારીખે રિલીઝ થશે.
4/6
એપ્રિલ મહિનામાં જ બોલીવુડ સ્ટાર ટાઈગર શ્રોફ પોતાની એક્શન એન્ટરટેનર ફિલ્મ હિરોપંતી 2 લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ આ મહિનાની 29 તારીખે રિલીઝ થશે.
5/6
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર જેની ખુબ રાહ જોવાઈ રહી છે તે સિક્વલ નથી પણ સીક્વલ ફિલ્મોનો પહેલો ભાગ છે. આ ફિલ્મ પણ આ વર્ષના આગામી દિવસોમાં રિલીઝ થવાનું નક્કી છે.
6/6
ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ગણપત પણ બે સિરીઝમાં રિલીઝ થશે. આ ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષના અંતમાં 23 ડિસેમ્બરે રિલીઝ થશે.