શોધખોળ કરો
બાબા સિદ્દીકીનો બોલીવૂડ સાથે હતો અતૂટ સંબંધ, તસવીરોમાં જુઓ સલમાન ખાન સાથે ખાસ બોન્ડ
બાબા સિદ્દીકીનો બોલીવૂડ સાથે હતો અતૂટ સંબંધ, તસવીરોમાં જુઓ સલમાન ખાન સાથે ખાસ બોન્ડ
બાબા સિદ્દીકી સાથે સલમાન ખાન
1/6

બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મુંબઈની કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો છે. રાજકારણ ઉપરાંત બાબા સિદ્દીકી બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ સારા સંબંધો ધરાવતા હતા.
2/6

તેઓ ઘણી મોટી હસ્તીઓ સાથે એકદમ નજીકના સંબંધો ધરાવતા હતા. આવો અમે તમને ફિલ્મી હસ્તીઓ સાથે બાબા સિદ્દીકીની કેટલીક ખાસ તસવીરો બતાવીએ જેમાં તેમનો બોન્ડ સ્પષ્ટપણે જોવા મળે છે.
3/6

સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે પાંચ વર્ષથી ચાલી રહેલા વિવાદને ખતમ કરવાનો શ્રેય બાબા સિદ્દીકીને આપવામાં આવે છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે બાબા સિદ્દીકી શાહરૂખ ખાન અને સલમાન ખાનની નજીક રહ્યા છે.
4/6

બાબા સિદ્દીકી સાથે સલમાન ખાનની ખૂબ જ ગાઢ મિત્રતા હતી. બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટી હોય કે IIFA એવોર્ડ સમારોહ, બાબા સિદ્દીકી અલગ-અલગ પ્રસંગોએ સલમાન ખાન સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
5/6

સલમાન ખાન અને બાબા સિદ્દકી ઘણા મોટા ફંક્શનમાં સાથે જોવા મળતા હતા. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ સલમાન ખાનના ખાસ મિત્ર છે. સલમાન ખાન અને સિદ્દીકી પરિવાર વચ્ચે ખૂબ જ ખાસ સંબંધો છે.
6/6

બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ સમાચાર સામે આવતા સલમાન ખાન બિગ બોસનું શૂટિંગ અધવચ્ચે છોડી મુંબઈની લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયો હતો.
Published at : 13 Oct 2024 02:40 PM (IST)
આગળ જુઓ
Advertisement





















