મુંબઈ: બોલીવૂડની યંગ જનરેશનમાં એક્ટ્રેસ અલાયા ફર્નીચરવાલા ખૂબ જ ઝડપથી પોતાની જગ્યા બનાવી રહી છે. 23 વર્ષની અલાયાએ ફિલ્મ જવાની જાનેમનથી 2020માં બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અલાયાને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ ફિલ્મ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો. આ સિવાય અલાયાને બે અન્ય એવોર્ડ પણ મળ્યા છે.
2/5
અલાયા ફર્નીચરવાલા વિશ તેમને જણાવી દઈએ કે તે એક્ટ્રેસ પૂજા બેદીની દિકરી છે. અલાયા સ્ટારકિડ છે પરંતુ તે પોતાના દમ પર બોલીવૂડમાં જગ્યા બનાવવા માટે પ્રયાસરત છે.
3/5
અલાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર સ્ટારકિડ છે. તેના ગ્લેમરસ લુકની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થાય છે. ઈન્સ્ટાગ્રામ પર અલાયાના 1 મિલિયન ફોલોઅર્સ છે જે ઝડપથી વધી રહ્યા છે.
4/5
અલાયાએ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ફિલ્મ જવાની જાનેમનમાં ડેબ્યૂ કર્યા પહેલા તેણે ન્યૂ યોર્ક જઈ એક્ટિંગનો કોર્સ કર્યો હતો. ફિલ્મોમાં એન્ટ્રી પહેલા અલાયાએ પોતાનુ નામ અલાયા ફર્નીચરવાલામાંથી અલાયા એફ કરી લીધુ હતું.
5/5
અલાયાનો જન્મ 28 નવેમ્બર 1997માં થયો હતો. તેના પિતાનું નામ ફરહાન ઈબ્રાહિમ ફર્નીચરવાલા છે જેમના પૂજા બેદી સાથે તલાક થઈ ગયા છે. તલાક બાદ પૂજાએ સિંગલ મધર તરીકે અલાયાની દેખરેખ કરી હતી.