શોધખોળ કરો
Prabhas થી લઈને Jr NTR સુધી, સાઉથના આ સુપરસ્ટાર એક્ટર્સના રિયલ નામ છે સૌથી અલગ
South Actors Real Name: સાઉથના સુપરસ્ટાર ગણાતા એક્ટરોએ હવે પાન ઈન્ડિયા લેવલ પર પોતાની લોકપ્રિયતા બનાવી છે, પરંતુ શું તમે તે સ્ટાર્સના સાચા નામ જાણો છો?
ફાઈલ ફોટો
1/8

ચાલો શરૂઆત કરીએ ધનુષથી, જે સાઉથ સિનેમાનો ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે. તેનું સાચું નામ વેંકટેશ પ્રભુ છે.
2/8

સાઉથ એક્ટર મહેશ બાબુ ભલે આ નામથી લોકપ્રિય હોય, પરંતુ તેમનું અસલી નામ મહેશ બાબુ નહીં પરંતુ મહેશ ઘટ્ટા માનેની છે.
3/8

રજનીકાંત જે માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ ધરાવે છે. તેમનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે.
4/8

બાહુબલી ફેમ પ્રભાસનું નામ જેટલું ટૂંકું દેખાય છે તેટલો જ તે ઊંચો છે. તમને જણાવી દઈએ કે, તેનું અસલી નામ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલાપતિ છે.
5/8

પ્રભાસની જેમ જ જુનિયર એનટીઆર (Jr Ntr)નું નામ પણ ઘણું મોટું છે. તેનું સાચું નામ નંદમુરી તારક રામારાવ જુનિયર છે.
6/8

ચિરંજીવીને સાઉથ ફિલ્મોના ખૂબ જ પીઢ અભિનેતા માનવામાં આવે છે, પરંતુ તેમનું અસલી નામ ચિરંજીવી નહીં પરંતુ કોનિદેલા શિવ શંકર વારા પ્રસાદ છે.
7/8

આ તમામ સાઉથ સ્ટાર્સની જેમ થલપતિ વિજય પણ તેના અસલી નામથી ઓળખાતો નથી. તેનું સાચું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે.
8/8

સાઉથ એક્ટર વિક્રમ ભલે આ નામથી ઓળખાતા હોય, પરંતુ તેમનું અસલી નામ કેનેડી જોન વિક્ટર છે.
Published at : 12 Oct 2022 10:23 PM (IST)
આગળ જુઓ





















