શોધખોળ કરો
Jhalak Dikhhla Jaa 10 Winner: 8 વર્ષની ગુંજન સિન્હાએ જીતી ટ્રોફી, અનેક રિયાલિટી શોમાં મચાવી ચૂકી છે ધમાલ
Jhalak Dikhhla Jaa 10: સૌથી યુવા સ્પર્ધક ગુંજન સિન્હાએ ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'ની ટ્રોફી જીતી છે. 'ઝલક દિખલા જા 10'માં ગુંજન સિન્હા 'છોટા પેકેટ બડા ધમાકા' હતી.

Jhalak Dikhhla Jaa 10
1/9

Jhalak Dikhhla Jaa 10: સૌથી યુવા સ્પર્ધક ગુંજન સિન્હાએ ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'ની ટ્રોફી જીતી છે. 'ઝલક દિખલા જા 10'માં ગુંજન સિન્હા 'છોટા પેકેટ બડા ધમાકા' હતી. હતી. તેણે પોતાના દરેક અભિનયથી સ્ટેજ પર આગ લગાવી દીધી.
2/9

ગુંજન સિન્હાએ અન્ય સ્પર્ધકો જેમ કે રૂબીના દિલૈક (સેકન્ડ રનર અપ) અને ફૈઝલ શેખ (ફર્સ્ટ રનર અપ)ને પણ પાછળ છોડી દીધા અને ટ્રોફી જીતી હતી.
3/9

8 વર્ષની ગુંજન સિન્હા આસામના ગુવાહાટીની રહેવાસી છે. તેના પિતા પોલીસ અધિકારી છે અને માતા ગૃહિણી છે.
4/9

ગુંજન સિંહાને હંમેશા ડાન્સ પસંદ હતો. જ્યારે અન્ય હસ્તીઓ પ્રથમ વખત ડાન્સમાં પોતાનો હાથ અજમાવી રહી હતી, ત્યારે ગુંજન અગાઉ પણ ડાન્સ રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે.
5/9

ગુંજન સિન્હા કલર્સ ટીવી પર પ્રસારિત થનારી 'ડાન્સ દીવાને સીઝન 3'નો પણ ભાગ રહી ચૂકી છે.
6/9

ભલે ગુંજન સિન્હા 'ડાન્સ દીવાને સિઝન 3'માં ટ્રોફી જીતી શકી ન હતી, પરંતુ તે ચોક્કસપણે સિઝનની પ્રથમ રનર-અપ હતી. આ શોમાં પણ તેના ડાન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
7/9

ગુંજન સિન્હા તેના સિગ્નેચર સ્ટેપ્સ અને ચહેરાના હાવભાવ માટે જાણીતી છે. સલમાન ખાને પણ 'બિગ બોસ 16'ના સ્ટેજ પરથી ગુંજનને શુભેચ્છા પાઠવવા માટે પોતાનું હૂક સ્ટેપ કર્યું હતું.
8/9

ગુંજન સિન્હા માત્ર ડાન્સ રિયાલિટી શોમાં જ નહીં, પરંતુ રણવીર સિંહના ગેમ શો 'ધ બિગ પિક્ચર'માં પણ જોવા મળી હતી.
9/9

આ સિવાય તે નેહા ભસીન અને રશ્મિ દેસાઈ સાથે મ્યુઝિક વીડિયો 'પરવાહ'માં જોવા મળી હતી.
Published at : 28 Nov 2022 08:42 AM (IST)
આગળ જુઓ
Advertisement