શોધખોળ કરો
Kriti Sanon સાથે અફેરની અફવા વચ્ચે Prabhas એ જણાવી પોતાના લગ્નની યોજના
‘આદિપુરુષ’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે અભિનેતા પ્રભાસે જણાવ્યું કે તે ક્યાં લગ્ન કરવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેના અને કૃતિ સેનનના અફેરની ચર્ચા ચાલી રહી છે.

પ્રભાસ ,કૃતિ સેનન
1/8

‘આદિપુરુષ’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે અભિનેતા પ્રભાસે જણાવ્યું કે તે ક્યાં લગ્ન કરવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેના અને કૃતિ સેનનના અફેરની ચર્ચા ચાલી રહી છે.
2/8

મંગળવારે સાંજે તિરુપતિમાં પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ ‘આદિપુરુષ’ની પ્રી-રીલીઝ લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મનું અંતિમ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. 16 જૂને રિલીઝ થનારી આ ફિલ્મ રામાયણ પર આધારિત છે. ફિલ્મમાં પ્રભાસ રાઘવ અને કૃતિ જાનકીના રોલમાં છે.
3/8

પ્રભાસ અને કૃતિના અફેરની પણ છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચા થઈ રહી છે. આ અહેવાલો વચ્ચે પ્રભાસે લોન્ચિંગ સમયે જણાવ્યું કે તે ક્યાં લગ્ન કરશે.
4/8

લોન્ચ દરમિયાન એક ફેને પ્રભાસને પૂછ્યું કે તે ક્યારે લગ્ન કરશે. આના પર પ્રભાસે કહ્યું- લગ્ન? કોઈ દિવસે... હું તિરુપતિમાં જ લગ્ન કરીશ.
5/8

પ્રભાસ અને કૃતિના અફેરની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી થઇ રહી છે પરંતુ બંનેએ આ વાતને ફગાવી દીધી છે.
6/8

વાસ્તવમાં ફિલ્મ 'ભેડિયા'ના શૂટિંગ દરમિયાન વરુણ ધવને એક રિયાલિટી શોમાં હિંટ આપી હતી કે કૃતિ અને પ્રભાસ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ પછી કૃતિએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.
7/8

પ્રભાસ ઓમ રાઉતની 'આદિપુરુષ', પ્રશાંત નીલની 'સાલર', નાગ અશ્વિનની 'પ્રોજેક્ટ કે', મારુતિની 'રાજા ડીલક્સ' અને સંદીપ રેડ્ડી વાંગાની 'સ્પિરિટ'માં જોવા મળશે.
8/8

કૃતિ સેનન પાસે ટાઇગર શ્રોફ સ્ટારર 'ગણપથ' અને આનંદ એલ રાય નિર્દેશિત ફિલ્મ છે.
Published at : 07 Jun 2023 02:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
