શોધખોળ કરો
Azaad Screening: 'આઝાદ'ની સ્ક્રીનિંગ પર રાશા થડાની, અમન દેવગન સહિત અનેક સ્ટાર્સ પહોંચ્યા
Rasha Thadani on Azaad Screening: આઝાદ ફિલ્મનું સ્ક્રીનિંગ 16 જાન્યુઆરીના રોજ સાંજે યોજાયું હતું. આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહેલા અમન દેવગન અને રાશા થડાની આ કાર્યક્રમમાં ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા.
રાશા થડાની
1/10

Rasha Thadani on Azaad Screening: આઝાદ ફિલ્મનું સ્ક્રીનિંગ 16 જાન્યુઆરીના રોજ સાંજે યોજાયું હતું. આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહેલા અમન દેવગન અને રાશા થડાની આ કાર્યક્રમમાં ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. અભિષેક કપૂરની ફિલ્મ 'આઝાદ' 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના સ્ક્રીનિંગમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ સહિત સ્ટાર કાસ્ટ હાજર રહ્યા હતા.
2/10

ફિલ્મ આઝાદ 17 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થઇ હતી. તેનું સ્ક્રીનિંગ 16 જાન્યુઆરીની સાંજે મુંબઈમાં યોજાયું હતું જેમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો.
3/10

અમન દેવગન ફિલ્મ આઝાદમાં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે, જે તેની પહેલી ફિલ્મ છે. અમન અજય દેવગનની બહેનનો દીકરો છે.
4/10

રાશા થડાની ફિલ્મ આઝાદમાં મુખ્ય અભિનેત્રી તરીકે ડેબ્યૂ કરી રહી છે. 19 વર્ષીય રાશાની બોલિવૂડ કારકિર્દી આ ફિલ્મથી શરૂ થઈ છે અને તે તેની માતા રવિના ટંડનની જેમ મોટી અભિનેત્રી બનવા માંગે છે.ફિલ્મ 'આઝાદ'માં અમન દેવગન અને રાશા થડાનીની જોડી ચાહકોને કેટલી ગમે છે તે તો સમય જ કહેશે.
5/10

તમન્ના ભાટિયા પણ ફિલ્મ આઝાદના સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. તેણીએ સફેદ રંગનું ટી-શર્ટ પહેર્યું છે
6/10

અભિનેત્રી સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહલ અને પુત્ર રણવીર બહલ સાથે ફિલ્મ આઝાદના સ્ક્રીનિંગમાં પહોંચી છે.
7/10

અભિનેત્રી નીલમ તેના પતિ સમીર સોની સાથે ફિલ્મ આઝાદના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. સમીર પણ બોલિવૂડ અભિનેતા છે.
8/10

અભિનેત્રી મૌની રોય પણ સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. બ્લેક ડ્રેસમાં મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે.
9/10

અજય દેવગન પણ ફિલ્મ આઝાદનો એક ભાગ છે અને સ્ક્રીનિંગ વખતે તેણે તેના ભત્રીજા અમન દેવગન સાથે આ રીતે પોઝ આપ્યો હતો.
10/10

આઝાદ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક કપૂર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ રોની સ્ક્રુવાલા દ્વારા કરવામાં આવ્યું છે. તે બધા ફિલ્મના સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા.
Published at : 17 Jan 2025 03:20 PM (IST)
આગળ જુઓ





















