શોધખોળ કરો
Photos 2023: શિમરી લૂકમાં રેડ કાર્પેટ પર Mrunal Thakurનો જલવો, લાગી એકદમ સુંદર, ફેન્સ બોલ્યા - ‘અમને મારી નાંખે કે શું.....’
મૃણાલનો સાડી લૂક કાન્સમાં છવાઇ ગયો હતો, જુઓ અહીં તેની સુંદર તસવીરો....
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/10

Mrunal Thakur Photos 2023: બી-ટાઉનની કેટલીય સુંદરીઓએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પોતાની ગ્લેમર અદાઓથી તડકો લગાવ્યો, અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ આ લિસ્ટમાં સામેલ છે, તને પણ પોતાના લૂકથી ફેન્સને ખૂબ પ્રભાવિત કર્યા છે. મૃણાલનો સાડી લૂક કાન્સમાં છવાઇ ગયો હતો, જુઓ અહીં તેની સુંદર તસવીરો....
2/10

પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ડેબ્યૂ લૂક માટે એક્ટ્રેસે ખુબ પ્રશંસા મેળવ્યા પછી, મૃણાલ ઠાકુર હવે કાન્સમાં ચમકદાર સાડીમાં જોવા મળી હતી.
3/10

મૃણાલ ઠાકુરે કાન્સ રેડ કાર્પેટ પર પોતાના ઓડ લૂક માટે લવંડર બ્લિંગ એમ્બ્રૉઇડરીવાળી સાડી પહેરી હતી.
4/10

મૃણાલ હંમેશાની જેમ સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી. તેને ફાલ્ગુની અને શેન પીકૉક દ્વારા ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી. અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.
5/10

આ તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "આ અદભૂત દેખાવ માટે અને મને દેશી ગર્લ હોવાનો અહેસાસ કરાવવા બદલ ફાલ્ગુની શેન પીકૉક ઈન્ડિયાનો આભાર."
6/10

વિદેશની ધરતી પર પોતાના દેસી લૂકને ફ્લૉન્ટ કરતી મૃણાલ ઠાકુરની તસવીરો શેર થતાં જ ફેન્સે પણ તેના ખુબ વખાણ કરવા માંડ્યા.
7/10

ફેન્સ મૃણાલની તસવીરો પર જોરદાર કૉમેન્ટ કરી રહ્યા છે. એક ફેન્સે લખ્યું - "મારી જ નાંખ મૃણાલ, અમને જીવતા ના રહેવા દે."
8/10

અગાઉ, કાન્સના રેડ કાર્પેટ પર પોતાના ફર્સ્ટ લૂકમાં મૃણાલ ઠાકુર બ્લેક મોનોકિનીમાં અદભૂત દેખાઇ હતી.
9/10

મૃણાલે બ્લેક મોનોકિની સાથે જેટ શાઈન બ્લેક ઓવરકૉટની જોડી પહેરી હતી, આ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
10/10

મૃણાલ ઠાકુરના કાન્સ ડેબ્યૂ લૂકના ખૂબ વખાણ થયા છે. ફેન્સે તેના ફોટાને ખૂબ પસંદ કર્યા છે.
Published at : 22 May 2023 02:05 PM (IST)
આગળ જુઓ





















