શોધખોળ કરો
OTT Romantic Series: ચોમાસાની રોમેન્ટિક ઋતુમાં જુઓ ફેમસ થયેલી આ રોમેન્ટિક વેબ સિરીઝ...

રોમેન્ટિક વેબ સિરીઝ
1/8

આ સમયે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને કહેવાય છે કે વરસાદની મોસમ પ્રેમની મોસમ છે. ત્યારે, મોટાભાગના કપલ્સ તેમના વીકએન્ડને રોમેન્ટિક મૂડમાં પસાર કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, OTT પર આવી ઘણી રોમેન્ટિક વેબ સિરીઝ છે, જેને તમે તમારા પાર્ટનર સાથે ઘરે બેસીને આરામથી જોઈ શકો છો.
2/8

'પરમેનન્ટ રૂમમેટ્સ' OTTની લોકપ્રિય રોમેન્ટિક વેબ સિરીઝમાંની એક છે. તમે તેને MX પ્લેયર પર જોઈ શકો છો.
3/8

રામ કપૂર અને સાક્ષી તંવરની 'કરલે તુ ભી મોહબ્બત' (Karle Tu Bhi Mohabbat) એવી જ એક વેબ સિરીઝ છે, જે પ્રેમના અલગ-અલગ અર્થો શીખવશે. આ બંને સ્ટાર્સની જોડીને એક સમયે નાના પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. તમે આ જોડીને OTT પ્લેટફોર્મ Alt Balaji પર ફરી એકવાર જોઈ શકશો.
4/8

'ઈન્દોરી ઈશ્ક' વેબ સિરીઝની વાર્તા એક નાના શહેરની અધૂરી પ્રેમ કહાની પર આધારિત છે. આમાં પ્રેમીને તેના બાળપણના પ્રેમ તરફથી દગો મળે છે. તમે આ સિરીઝને MX Player પર જોઈ શકો છો.
5/8

'બંદિશ બેન્ડિટ્સ' એ એક છોકરા અને છોકરીની વાર્તા છે, જેમાંથી છોકરાને શાસ્ત્રીય સંગીત અને છોકરીને પશ્ચિમી સંગીત ગમે છે. તમે આ સિરીઝને 'Amazon Prime Video' પર જોઈ શકો છો.
6/8

ધ્રુવ સેહગલ અને મિથિલા પાલકરની 'લિટલ થિંગ્સ' એક લવ સ્ટોરી છે જેમાં બે લોકો લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. તમે Netflix પર આ સિરીઝ જોઈ શકો છો.
7/8

તમે Jio સિનેમા અને MX પ્લેયર પર રોમેન્ટિક વેબ સિરીઝ 'બ્રોકન બટ બ્યુટીફુલ' જોઈ શકો છો. આ વેબ સિરીઝની અત્યાર સુધી ત્રણ સિઝન આવી ચૂકી છે.
8/8

શરમન જોશી અને આશા નેગી સ્ટારર વેબ સિરીઝ 'બારીશ' જિયો સિનેમા પર જોઈ શકાય છે. આ એક ગરીબ ઘરની કામ કરતી છોકરી અને અમીર બિઝનેસમેનની વાર્તા છે.
Published at : 29 Jun 2022 07:46 PM (IST)
આગળ જુઓ
Advertisement