બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા બિઝનેસ મેન વૈભવી રેખી સાથે લગ્ન બંધનમાં બંધાઇ ગઇ છે. લગ્ન બાદ જ્યારે તે મીડિયા સમક્ષ રૂબરૂ થઇ તો વરરાજા વૈભવ પર નજર ન હતી હટાવી શકતી.
2/8
દિયાના લગ્નમાં ખૂબ જ ઓછા લોકો હાજર રહ્યાં હતા. મેરેજ સેરેમની બાદ તેઓ મીડિયા સમક્ષ રૂબરૂ થયા હતા અને ફેન્સ સાથે લગ્નની ખુશી શેર કરી હતી. દિયા મિર્ઝાએ 2014માં સાહિલ સાંગા સાથે લગ્ન કર્યાં હતા. બંને એક પ્રોડક્શન હાઉસ ચલાવતા હતા.
3/8
વૈભવ રેખીના આ પણ આ બીજા લગ્ન છે. તે બિઝનેસમેન છે અને મુંબઇના પાલી હિલ વિસ્તારમાં રહે છે. વૈભવ દિયાનો બહુ જ ક્લોઝ અને જૂનો મિત્ર છે.
4/8
39 વર્ષિય દિયા મિર્ઝાના આ બીજા લગ્ન છે. આ પહેલા તેમણે સાહિલ સાંગા સાથે લગ્ન કર્યાં હતા.
5/8
તો દિયા મિર્ઝાએ લગ્નની ખુશી મીડિયા ફોટોગ્રાફર સાથે પણ શેર કરી, તેમણે ફોટોગ્રાફરને મિઠાઇ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. પૈપરાજીએ તેમને લગ્નની શુભકામના પાઠવી હતી.
6/8
દિયા મિર્ઝાએ આ ખાસ અવસરે રેડ સાડી પહેરી હતી. તો વરરાજા વૈભવનો ઠાઠ પણ નિરાળો હતો. વૈભવ પારંપરિક પરિધાનમાં જોવા મળ્યો. તેમણે શેરવાની સાથે સાફો બાંધ્યો હતો.
7/8
મેરેજ સેરેમની બાદ બંને મીડિયા સામે ઇન્ટ્રૈકેશન માટે આવ્યા હતા. બંનેની જોડી ખૂબ જ સુંદર દેખાતી હતી.
8/8
દિયા મિર્ઝાએ વૈભવ રેખીને સાથે જીવનસાથી તરીકે પસંદ કર્યાં છે.બંનેએ સોમવારે સાત ફેરા લીધા.