ચેન્નઇઃ સાઉથના સુપરસ્ટાર વિજય સેથુપતિની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ વિક્રમે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. કમલ હાસન, ફહદ ફાસિલ અને વિજય સેથુપતિની આ ફિલ્મ વિશ્વભરમાં 400 કરોડની કમાણી કરવા તરફ આગળ વધી રહી છે. ફિલ્મમાં ફેન્સના ફેવરિટ વિજય સેથુપતિની વાત અલગ છે.
2/6
વિજય આજે સાઉથ સિનેમાનો મોટો સ્ટાર છે, પરંતુ સફળતાના આ મુકામ સુધી પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરવી પડી છે. અભિનય ક્ષેત્રે જોડાતા પહેલા વિજયે ઘણી નોકરીઓ બદલી હતી. પરિવારને ઉછેરવા તે દુબઈ ગયો અને નોકરી કરી પણ બાદમાં તે ભારત પરત આવી ગયો હતો. શરૂઆતમાં ફિલ્મમાં વિજયે નાના રોલ કર્યા હતા. 5 વર્ષ સુધી વિજયે બેકગ્રાઉન્ડ એક્ટર તરીકે કામ કર્યું.
3/6
વિજયે 16 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે 1994માં ફિલ્મ નમ્માવર માટે ઓડિશન આપ્યું હતું પરંતુ વિજયને ઓછી ઊંચાઈના કારણે રિજેક્ટ કરવામાં આવ્યો હતો. વિજયે પોકેટ મની માટે અનેક પ્રકારની નોકરીઓ કરી હતી. તેણે સેલ્સમેન, કેશિયર, ફોન બૂથ ઓપરેટરની નોકરી કરી હતી.
4/6
કોલેજ પછી વિજયે એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. કારણ કે તેને તેના ત્રણ ભાઈ-બહેનોનું પણ ધ્યાન રાખવાનું હતું. જેથી તેણે દુબઇ જઇને નોકરી કરવાનું શરૂ કર્યું.
5/6
વિજયને દુબઈમાં જ તેની પ્રેમિકા મળી હતી. તેની પત્નીની મુલાકાત ઓનલાઇન થઇ હતી. ત્યારબાદ બંનેએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. એકાઉન્ટન્ટની નોકરીથી નાખુશ વિજય 2003માં ભારત પાછો ફર્યો. પછી તે એક માર્કેટિંગ કંપનીમાં જોડાયો. બાદમાં તેણે એક્ટિંગમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું.
6/6
વિજય એક અભિનેતા અને એકાઉન્ટન્ટ તરીકે થિયેટર જૂથમાં જોડાયો હતો. તેણે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ એક્ટર તરીકે કરી હતી. ઘણા ટીવી શો, શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની પ્રથમ મુખ્ય ભૂમિકા 2010માં આવેલી ફિલ્મ Thenmerku Paruvakaatruમાં હતી. તેમની હિટ ફિલ્મોમાં સુંદરપાંડિયન, પિઝા, સુપર ડીલક્સ, વિક્રમ, વિક્રમ વેધા વગેરેનો સમાવેશ થાય છે. બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ મેરી ક્રિસમસ ફિલ્મમાં વિજય સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. છેલ્લા વર્ષોમાં વિજયનું સ્ટારડમ ઘણું વધી ગયું છે. વિજયની ફિલ્મો હિટ રહી છે