શોધખોળ કરો
આર્યનને બચાવવા શાહરૂખ ખાનના સપોર્ટમાં આવ્યા બૉલીવુડના આ દિગ્ગજો, કોને કઇ રીતે કર્યો સપોર્ટ, જાણો
બૉલીવુડના દિગ્ગજોનો સપોર્ટ
1/7

મુંબઇઃ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાન (Aryan Khan)ને લઇને અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ને બૉલીવુડની મોટી હસ્તીઓનો સપોર્ટ મળી રહ્યો છે. સલમાન ખાન (Salman khan), સુનિલ શેટ્ટી (Suniel Shetty), હંસલ મહેતા (Hansal Mehta) સહિતના કેટલાય સેલેબ્સે શાહરૂખ ખાનનુ સમર્થન કર્યુ છે.
2/7

એડ ગુરુ પ્રહલાદ કક્કડે પણ આ મામલામાં શાહરૂખ ખાનનુ સમર્થન કર્યુ. તેમને કહ્યું કે, આ મામલામાં વારંવાર શાહરૂખ ખાન ખોટુ છે, આ બધુ પબ્લિસિટી માટે કરવામા આવી રહ્યું છે.
3/7

આ લિસ્ટમાં સૌથી મોટુ નામ બૉલીવુડ દંબગ સલમાન ખાનનુ છે. જે શનિારે રાત્રે જ શાહરૂખને મળવા તેના ઘરે પહોંચી ગયો. સલમાન ખાનને તેના ઘર મન્નતના બહાર સ્પૉટ કરવામાં આવ્યો.
4/7

જાણીતા સિંગર મીકા સિંહે તો વળી NCBની તપાસ પર જ સવાલ ઉભા કરી દીધા. તેને ટ્વીટર પર એક ક્રૂઝની તસવીર શેર કરીને NCBની કાર્યવાહી પર કટાક્ષ કર્યો.
5/7

સલમાન ખાન ઉપરાંત તેની બહેન અલવીરા ખાને પણ આ સમાચાર સાંભળતા જ શાહરૂખને મળવા તેના ઘરે પહોંચી ગઇ. અલવીરાની મન્નતમાં જતી તસવીરો સામે આવી હતી.
6/7

અભિનેતા ઋત્વિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાને પણ શાહરૂખ ખાનનો સપોર્ટ કર્યો. તેને સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટટ પર કૉમેન્ટ કરી હતી. તેને આર્યનનો બચાવ કર્યો હતો.
7/7

ફિલ્મમેકર હંસલ મહેતા પણ શાહરૂખ ખાનના સપોર્ટમાં ઉતર્યા. હંસલ મહેતાએ ટ્વીટર પર એક ખાસ પૉસ્ટ કરીને આર્યન અને શાહરૂખ ખાનનો સપોર્ટ કર્યો હતો.
Published at : 06 Oct 2021 10:06 AM (IST)
આગળ જુઓ





















