તમે અત્યાર સુધી બોલિવૂડ એક્ટ્રેસની ખૂબસૂરતી વિશે સાંભળ્યું હશે. પરંતુ આજે તમને બાંગ્લાદેશી એક્ટ્રેસ વિશે બતાવવા જઈ રહ્યાં છે જે ખૂબસૂરતી મામલે બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. તેમની અદાઓ અને એક્ટિંગના લોકો દીવાના છે, સાથે જ તેમની ફેન્સ ફોલોઈિંગ પણ જબરજસ્ત છે , તો જાણો બાંગ્લાદેશી ખૂબસૂરત એક્ટ્રેસ વિશે.
2/6
કુસુમ સિકદર: કુસુમ સિકદર એક લોકપ્રિય ચેહરો છે. અનેક ટીવી નાટોકમાં એક્ટિંગ કર્યા બાદ, કુસુમે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તેના લોન્ચપેડ, ગોહનેર શબદોએ તેને બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો હતો.
3/6
અલીશા પ્રધાન: અલીશા પ્રધાને 15 વર્ષની ઉંમરમાં પોતાના પિતાની કંપનીમાં એક ટ્રેની તરીકે પોતાના કેરિયરની શરુઆત કરી હતી. ફિલ્મોમાં અલીશાએ 2015થી પોતાના કેરિયરની શરુઆત કરી હતી. પોતાના લુક અને હોટનેસના કારણે હેમેશા ચર્ચામાં રહે છે.
4/6
નુસરત ફારિયા: નુસરત ફારિયાએ પોતાના કેરિયરની શરુઆત નાના પડદા પરથી કરી હતી. જો કે, થોડા સમય બાદ મોટા પડદા પર કામ કરવાનો મોતો મળ્યો. તેમણે વર્ષ 2017માં પોતાના કેરિયરની પ્રથમ બાંગ્લાદેશી ફિલ્મમાં કામ કર્યું. ફારિયાને પોતાના બેહતરની એક્ટિંગ અને અંદાજ માટે ઓળખવામાં આવે છે.
5/6
તાંઝિન તિશા: તંઝીન તિશા એક બાંગ્લાદેશી એક્ટ્રેસ, મોડલ અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા છે. તેમણે ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. તે પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલોમાં ખાસ જગ્યા કાયમ કરી ચૂકી છે.
6/6
જયા અહસન: મોડલ તરીકે પોતાના કેરિયરની શરુઆત કરતા એક્ટ્રેસ જયા અહસન પોતાની ખૂબસૂરતી માટે ઓળખાય છે. તેણે ફિલ્મ ડબસરમાંથી પોતાના કેરિયરની શરુઆત કરી હતી. જયાએ ફિલ્મ ગુરિલ્લા માટે બાંગ્લાદેશમાં પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો.