શોધખોળ કરો
અકસ્માતે તબાહ કરી દીધી આશિકીની હિરોઇનની કરિયર, હવે બિહારમાં કરે છે આ કામ, લૂક પણ થઇ ગયો ચેન્જ, જુઓ તસવીરો
અનુ અગ્રવાલ
1/5

મહેશ ભટ્ટની સુપરહિટ ફિલ્મ આશિકીથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી અનુ અગ્રવાલનો આજે જન્મદિવસ છે. 11 જાન્યુઆરી, 1969ના રોજ જન્મેલી અનુ આજે તેનો 53મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે આજે તે બોલિવૂડની ઝાકમઝોળથી દૂર બિહારમાં જિંદગી વિતાવી રહી છે.
2/5

એક અકસ્માતે તેની જિંદગી બદલી દીધી. આજે લાઇમ લાઇટથી દૂર બિહારમાં રહે છે. 1999માં એક માર્ગ અકસ્માતમાં અનુએ માત્ર યાદશક્તિ જ ગુમાવી ન હતી, પરંતુ તેને લકવો પણ થઈ ગયો હતો.
3/5

. તે લગભગ 29 દિવસ કોમામાં રહી. લગભગ ત્રણ વર્ષની સારવાર અને પ્રયત્નો પછી અનુ સ્વસ્થ થઈ. સ્થિતિમાં સુધારો થયા બાદ અનુએ નિર્ણય લીધો અને પોતાની તમામ મિલકત દાનમાં આપી દીધી અને યોગ ટીચર બની ગઇ.
4/5

હવે ગ્લેમર વર્લ્ડથી દૂર અનુ ઝૂંપડપટ્ટીમાં જાય છે અને ગરીબ બાળકોને મફતમાં યોગ શીખવે છે. ભંયકર અકસ્માત બાદ તેનો લૂક પણ તદન ચેન્જ થઇ ગયો છે.
5/5

પોતાની કહાણીથી સૌ કોઇને રૂબરૂ કરાવવા માટે અનુએ તેની આત્મકથા ‘અનયૂજવલ મોમોઇર ઓફ ગર્લ હૂ કેમ બેક ફ્રોમ ડેડ’ અનુ અગ્રવાલે લગ્ન પણ નથી કર્યાં. અનુ હાલ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેમના સોશિયલ હેન્ડલ પર તસવીરો શેર કરતી રહે છે. તેના લૂકમાં બહુ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે.
Published at : 11 Jan 2022 11:43 AM (IST)
આગળ જુઓ





















