મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ મંદિરા બેદીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ રાજ કૌશલની સાથેની કેટલીક તસવીરો સેર કરી છે, આ તસવીરોમાં રાજ અને મંદિરા એકદમ ખુશ દેખાઇ રહ્યાં છે. તાજેતરમાં જ તેના પતિ રાજ કૌશલનુ હાર્ટ એટેકના કારણે નિધન થઇ ગયુ હતુ. આ પછી મંદિરા એકદમ તુટી ગયેલી દેખાઇ રહી છે.
2/6
તસવીરોને શેર કરતા તેને કેપ્શનમાં લખ્યુ- એકબીજાને જાણતા 25 વર્ષ નીકળી ગયા. લગ્નના 23 વર્ષ થઇ ગયા, દરેક પરિસ્થિતિમાં તે મારી સાથે રહ્યાં. મંદિરાની આ પૉસ્ટ પર કેટલાય સેલેબ્સે રિએક્શન્સ આપ્યુ છે.
3/6
મંદિરા રાજની એકદમ નજીક હતી, બન્ને હંમેશા સાથે દેખાતા હતા.
4/6
મંદિરા અને રાજ કૌશલ એકબીજાને દરેક સિક્રેટ શેર કરતા હતા. આ તસવીરોમાં બન્ને એકદમ ખુશ દેખાઇ રહ્યાં છે.
5/6
ઉલ્લેખનીય છે કે મંદિરા બેદના પતિ રાજ કૌશલનુ 30 જૂને હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ. આ પછીથી તે એકદમ તુટી ગઇ છે.
6/6
પોતાના જિંદગીના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહેલી મંદિરા ભાવુક થઇ જતા મંગળવારે રાત્રે પતિ રાજ માટે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક નૉટ પણ શેર કરી હતી.