Rubina Dilaik Gorgeous Looks: ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના સ્ટાઇલિશ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટા પર સાડીમાં તસવીરો શેર કરી છે જેમાં તેનો લૂક બધાને દિવાનો કરી રહ્યું છે.
2/6
રૂબિના દિલૈકે જે તસવીરો શેર કરી છે તેમાં તે જગમગતી ગૉલ્ડન સાડીમાં દેખાઇ રહી છે. તેનો લૂક કોઇ સોનાની પરીથી કમ નથી લાગી રહ્યો.
3/6
આ સાડીની સાથે તેને ગૉલ્ડન કલરનો બ્લાઉઝ પહેરેલો છે, અને પોતાના વાળોમાં એકબાજુથી ક્લિપ લગાવી રાખે છે. તેને પોતાના એક હાથમાં બંગડીઓ અને બીજા હાથમાં ઘડિયાળ પહેરેલી છે.
4/6
સોનેરી તડકાની સાથે સોનેરી સાડીમાં રૂબિના દિલૈકની આ તસવીરો ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરોને શેર કરતાં રૂબિના દિલૈકે કેપ્શનમાં લખ્યું - ગૉલ્ડન સમય મારા મેજિક મેન અભિનવ શુક્લાની સાથે...
5/6
ખરેખરમાં, તાજેતરમાં જ રૂબિના દિલૈકની નાની બહેન જ્યોતિકાની સગાઇ થઇ છે. રૂબિના દિલૈકની આ તસવીરો તે ફક્શનની છે. તેને જોઇને કહેવામાં આવી રહ્યુ છે કે તેને આ પાર્ટીની બધી જ લાઇમલાઇટ ચોરી લીધી હશે.
6/6
રૂબિના દિલૈકે છોટી બહુ અને શક્તિ જેવી સીરિયલો કરી છે. આ પછી તે બિગ બૉસ 14માં વિનર પણ રહી ચૂકી છે. રૂબિના દિલૈકની સ્ટાઇલ બિગ બૉસના ઘરમાં ખુબ ચર્ચામાં આવી હતી. તે હંમેશા આ શૉમાં ટિપ ટૉપ દેખાતી હતી.