ભારતીય સમય પ્રમાણે બપોરે 1.40 કલાકે મેચ શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ટી-20 સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ Sony Ten 1, Sony Six અને Sony Ten 3 પરથી થશે. લાઇવ સ્ટ્રીમિંગ Jio TV અને Airtel TV એપ પરથી નીહાળી શકાશે.
2/4
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટી-20 રમાશે. ટીમ ઈન્ડિયા પ્રથમ બંને મેચ જીતીને સીરિઝ જીતી ચૂક્યું છે. આ સ્થિતિમાં ભારતની નજર સતત ત્રીજ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાના વ્હાઇટ વોશ કરવા પર રહેશે. સતત પાંચમા વર્ષે બંને ટીમો ટી-20 સીરિઝમાં એકબીજા સામે ટકરાઈ છે. છેલ્લે ટી-20 શ્રેણીમાં બંને ટીમોની ટક્કર થઈ હતી ત્યારે સીરિઝ 1-1થી ડ્રો રહી હતી.
3/4
વોર્નર, ફિંચ, સ્ટાર્ક, કમિંસની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ થોડી નબળી પડી છે. એન્ડ્રયુ ટાય, ડેનિયલ સેમ્સ તથા સીન એબોટ્ટ ટીમમાં સામેલ છે પરંતુ તેઓ પ્રભાવશાળી દેખાવ કરી શક્યા નથી. આજની મેચમાં એરોન ફિંચની વાપસી થઈ શકે છે અને ફરીથી ટીમની કેપ્ટનશિપ સંભાળી શકે છે. ભારતીય ટીમમાં પણ ફેરફાર થઈ શકે છે. સંજુ સેમસનના સ્થાને અગ્રવાલને મોકો મળી શકે છે.