વિહારી અને અશ્વિને તેમના નામે કર્યો આ રેકોર્ડઃ હનુમા વિહારી અને અશ્વિને 256 બોલમાં 62 રનની પાર્ટનરશિપ કરી હતી. હનુમા વિહારી ઇજાગ્રસ્ત હોવા છતાં 161 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં બેટિંગ દરમિયાન હનુમા ઇજાગ્રસ્ત થયો હતો. તે રન લેવા માટે દોડી શકતો નહોતો છતાં તેણે 3 કલાકથી વધુ સમય બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી. અશ્વિન પણ 128 બોલમાં 39 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ સાથે બંનેના નામે ભારત માટે છઠ્ઠી વિકેટ માટે સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ બન્યો હતો.
2/5
ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગમાં 1992 પછી પહેલીવાર ભારતના ચાર બેટ્સમેનોએ 100 અથવા તેથી વધુ બોલનો સામનો કર્યો હતો. (તમામ તસવીર સૌજન્યઃ આઈસીસી ટ્વિટર)
3/5
ઓસ્ટ્રેલિયામાં ચોથી ઈનિંગમાં સૌથી વધુ ઓવર રમાનારો એશિયન દેશ બન્યો ભારતઃ ભારતીય ટીમ સિડની ટેસ્ટ ડ્રો કરાવવા ચોથી ઈનિંગમાં 131 ઓર રમી હતી. જેની સાથે ભારત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડ્રો કરાવવા માટે ચોથી ઈનિંગમાં સૌથી વધારે ઓવર રમનારો એશિયન દેશ બન્યો હતો. તેની સાથે ચોથી ઈનિંગમાં મેચ ડ્રો કરાવવા માટે ભારત દ્વારા રમવામાં આવેલી સંયુક્ત રીતે ચૌથી સૌથી વધુ ઓવર છે. ભારતે 1979માં સૌથી વધુ 150.5 ઓવર રમી હતી.
4/5
પુજારા-પંતે તોડ્યો 72 વર્ષ જૂનો રેકોર્ડ: પુજારા અને પંતની જોડીએ ચોથી વિકેટનો 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. પુજારા-પંત વચ્ચે ચોથી ઈનિંગમાં ચોથી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ હતી. જે ભારતના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ચોથી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. મેચમાં પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 6 હજાર રન પૂરા કરવાની સિદ્ધી પણ મેળવી હતી. તે ટેસ્ટમાં આ ઉપલબ્ધિ મેળવનારો ભારતનો 11મો ખેલાડી બન્યો હતો.
5/5
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. ભારતે ટેસ્ટ ક્રિકેટમાં 41 વર્ષ બાદ ચોથી ઇનિંગમાં 110 થી વધુ ઓવરમાં બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાના 407 રનના લક્ષ્યાંકનો પીછો કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ 131 ઓવર રમ્યા બાદ સિડની ટેસ્ટ ડ્રો કરી હતી. આવો જાણીએ કે આ મેચમાં કયા અન્ય મોટા રેકોર્ડ બન્યા.