વર્ષ 2000માં બિલ ક્લિંટન પોતાની પુત્રી ચેલ્સિયા સાથે ભારત આવ્યા હતા. બિલ ક્લિંટન 6 દિવસ માટે ભારત પ્રવાસ આવ્યા હતા. આ કોઈ અમેરિકી રાષ્ટ્રપતિનો સૌથી લાંબો પ્રવાસ હતો. તે સમયે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા.
2/7
જોર્જ ડબ્લ્યૂ બુશ પોતાની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી લારા બુશ સાથે ભારતના પ્રવાસે આવ્યા હતા. જૉર્જ બુશનો ભારત પ્રવાસ માત્ર 60 કલાકનો હતો. તે સમયે દેશના વડાપ્રધાન મનમોહનસિંહ હતા.
3/7
સૌથી પહેલા 1959માં અમેરિકી રાષ્ટ્રપતિ ડી. આઈઝનહાર ભારત આવ્યા હતા. તે સમયે પંડિત જવાહરલાલ નેહરુ ભારતના વડાપ્રધાન હતા. ડી. આઈઝનહાવર 9 થી 14 ડિસેમ્બર સુધી ભારતમાં રોકાયા હતા.
4/7
રિચર્ડ નિક્સન ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા. નિક્સનો ભારત પ્રવાસ માત્ર 22 કલાકનો હતો. તે સમયે ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતા.
5/7
જાન્યુઆરી, 1978માં જિમી કાર્ટર ભારતના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા હતા. પોતાની આ યાત્રા દરમિયાન કાર્ટરે પોતાની માતા સાથે ભારતની સંસદને સંબોધન કરી હતી અને ભારતીય રાજનેતાઓ સાથે અનેક બેઠકો કરી હતી.
6/7
બરાક ઓબામા બે વખત ભારત પ્રવાસે આવી ચુક્યા છે. બરાક ઓબામાં પ્રથમ વખત પત્ની મિશેલ સાથે નવેમ્બર 2010માં ભારત આવ્યા હતા. ઓબામા ભારતની યાત્રા કરનારા છઠ્ઠા અમેરિકી રાષ્ટ્રપતિ હતા. આ દરમિયાન તેમણે 26/11ના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ તેઓ 2015માં બીજી વખત ભારત આવ્યા હતા.
7/7
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ભારતની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મલેનિયા ટ્રમ્પ સાથે 24 ફેબ્રુઆરીએ બે દિવસની ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. ત્યારે જાણો, ટ્રંપ પહેલા ભારત પ્રવાસે આવી ચુકેલા બરાક ઓબામા સહિત અનેક અમેરિકી રાષ્ટ્રપતિ વિશે....