29 વર્ષીય વરુણ ચક્રવર્તી પોતાની બોલિંગથી ક્રિકેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યો છે. ઘરેલુ ક્રિકેટમાં તમિલનાડુ માટે રમનાર વરુણે 9 લિસ્ટ-એ મેચ રમી છે. જ્યારે 14 ટી20 મેચ રમી છે અને 1 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.
2/5
વરુણ ચક્રવર્તીએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આઈપીએલ 2020માં પાંચ વિકેટ ઝડપી હતી, સાથે તેણે સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ બે વખત આઉટ કર્યો હતો.
3/5
આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરતા વરુણ ચક્રવર્તીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 સીરિઝમાં સામેલ કર્યો હતો પરંતુ ઈજાગ્રસ્ત થતા સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો.તેની જગ્યાએ ટી-નટરાજનને સામેલ કરવામાં આવ્યો હતો. નટરાજને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘાતક બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને ટી-20 સીરિઝ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
4/5
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અરુણ કાર્તિકે સ્પિનર વરુણ ચક્રવર્તીના લગ્નની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વરુણે ચેન્નઈમાં પોતાના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. વરુણ અને નેહા એપ્રિલ-મે મહિનામાં લગ્ન કરવાના હતા પરંતુ કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી લગ્ન પાછળ ઠેલ્યા હતા.
5/5
આઈપીએલમાં પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ચર્ચામાં આવેલા કોલકાતા નાઈટ રાઈડર્સના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ પોતાની ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે લગ્ન કરી લીધા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ કોમેન્ટ કરી તેને લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.