શોધખોળ કરો
તમારા બાળકોને આ પાંચ કારણોસર તો નથી આવી રહ્યો ને ગુસ્સો?
ચાલો જાણીએ કે કઈ આદતોથી બાળકોનો ગુસ્સો વધી શકે છે અને તમે તમારા બાળકને કેવી રીતે શાંત અને ખુશ રાખી શકો છો.

પ્રતિકાત્મક તસવીર
1/6

ચાલો જાણીએ કે કઈ આદતોથી બાળકોનો ગુસ્સો વધી શકે છે અને તમે તમારા બાળકને કેવી રીતે શાંત અને ખુશ રાખી શકો છો.
2/6

તમારું વર્તન: બાળકો તેમના માતાપિતાના વર્તનમાંથી ઘણું શીખે છે. જો તમે ગુસ્સે થાવ છો કે ઘરમાં બહુ બૂમો પાડો છો તો બાળક પણ એ જ શીખે છે. શાંત રહેવાનો પ્રયાસ કરો અને સકારાત્મક વાતાવરણ બનાવો.
3/6

વધુ પડતું દબાણ: ઘણી વખત આપણે બાળકો પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ અને તેમના પર દબાણ મૂકીએ છીએ. આ કારણે બાળકો તણાવમાં આવી શકે છે અને ગુસ્સે થવા લાગે છે. બાળકની ક્ષમતાઓને સમજો અને તેની પ્રશંસા કરો.
4/6

સમયનો અભાવ: બાળકો ઈચ્છે છે કે તેમના માતા-પિતા તેમની સાથે સમય વિતાવે. જો તમે તમારા બાળકને સમય ન આપો તો તે એકલતા અને ગુસ્સાનો અનુભવ કરી શકે છે. દરરોજ તમારા બાળક સાથે થોડો સમય વિતાવો.
5/6

નિયમો અને મર્યાદાઓ: બાળકો માટે નિયમો અને મર્યાદાઓ મહત્વપૂર્ણ છે, પરંતુ ખૂબ કડક નિયમો બનાવવાથી બાળક બળવાખોર બની શકે છે. નિયમો બનાવો, પરંતુ તેને પ્રેમથી અને સમજદારીથી લાગુ કરો
6/6

સાંભળવાનો અભાવ: ઘણી વખત આપણે આપણાં બાળકો જે કહે છે તેની અવગણના કરીએ છીએ. આ કારણે બાળકને લાગે છે કે તેની વાતનું કોઈ મહત્વ નથી અને તે ગુસ્સે થવા લાગે છે. બાળકની વાત ધ્યાનથી સાંભળો અને તેની લાગણીઓને સમજો.
Published at : 20 May 2024 04:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
