શોધખોળ કરો
Orange Food:શિયાળામાં આ ઓરેન્જ ફ્રૂટથી કરી લો દોસ્તી, કાયમ રહેશો યંગ અને હેલ્ધી
આંખો, રોગપ્રતિકારક શક્તિ અને પેટને સ્વસ્થ બનાવવા માટે આહારમાં ઓરેન્જ રંગના ખોરાકનો ચોક્કસપણે સમાવેશ કરો. નારંગી રંગના ફળો અને શાકભાજી ખાવાથી વિટામિન એ, સી, બીટા કેરોટીન અને લાઇકોપીન મળે છે.

હેલ્ધી ડાયટ
1/7

Orange Food: આંખો, રોગપ્રતિકારક શક્તિ અને પેટને સ્વસ્થ બનાવવા માટે આહારમાં ઓરેન્જ રંગના ખોરાકનો ચોક્કસપણે સમાવેશ કરો. નારંગી રંગના ફળો અને શાકભાજી ખાવાથી વિટામિન એ, સી, બીટા કેરોટીન અને લાઇકોપીન મળે છે.
2/7

Vitamin A Rich Foods: શિયાળામાં રંગબેરંગી ફળો અને શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ ઋતુમાં ગાજર, પપૈયા, જરદાળુ અને નારંગી જેવા ફળો અને શાકભાજી ખાઓ. જે શરીરને જરૂરી વિટામિન્સ અને પોષક તત્વો પ્રદાન કરે છે.
3/7

ગાજર - શિયાળામાં દરરોજ 1-2 ગાજર ખાઓ. ગાજર ખાવાથી ભરપૂર માત્રામાં વિટામિન A મળે છે. ગાજર ખાવાથી આંખો સ્વસ્થ બને છે.
4/7

જરદાળુ - શિયાળામાં કેસરી રંગના જરદાળુ પણ મળે છે. જરદાળુ વિટામિન A, વિટામિન C, પોટેશિયમ અને ફાઇબરનો સારો સ્ત્રોત છે. જરદાળુ આયર્નનો સારો સ્ત્રોત છે.
5/7

ઓરેંન્જ - વિટામિન સીથી ભરપૂર સંતરા શિયાળામાં પણ મળે છે. નારંગી ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ પણ મળે છે. દરરોજ 1 ઓરેન્જ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
6/7

કોળુ - કોળુ દરેક ઋતુમાં મળે છે. કોળાની મોસમ શિયાળામાં પણ હોય છે. કોળુ વિટામિન A નો સારો સ્ત્રોત છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે.
7/7

પપૈયું- શિયાળામાં પપૈયા સારા આવે છે. આપને દરરોજ પપૈયું ખાવું જોઈએ. પપૈયું ખાવાથી વિટામિન સી અને ફાઈબર મળે છે. પપૈયા ખાવાથી પાચનતંત્ર સારું રહે છે.
Published at : 03 Nov 2022 09:10 AM (IST)
આગળ જુઓ
Advertisement