શોધખોળ કરો
જમ્યા પહેલા અને પછી ચા કે કોફી પીતા હોય તો સાવધાન! ICMRએ આપી ગંભીર ચેતવણી
Avoid Tea-Coffee: ICMRએ ચા (Tea) કોફી (Coffee) પીનારાઓ માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે. રિપોર્ટમાં અનુસાર ખોરાક ખાતા પહેલા ચા કે કોફી પીવે છે તેઓ સ્વાસ્થ્ય સંબંધિત અનેક બીમારીઓનો ભોગ બની શકે છે.
Avoid Milk Tea Says ICMR: જો તમે ચા (Tea) પીતા હોવ તો થોડું ધ્યાન રાખો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ભારતીયો માટે આહાર સંબંધિત ગાઈડલીન બહાર પાડી છે. આ માર્ગદર્શિકાઓમાં સ્વસ્થ જીવનની સાથે વિવિધ સ્વસ્થ આહાર પર ભાર મૂકવામાં આવ્યો છે. એડવાઈઝરીમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (NIN)ની રિસર્ચ વિંગ મેડિકલ પેનલ કહે છે કે ચા (Tea) અને કોફી (Coffee)નો વપરાશ મર્યાદિત હોવો જોઈએ.
1/6

સંશોધકોનું કહેવું છે કે ચા (Tea) અને કોફી (Coffee)માં વધુ માત્રામાં કેફીન હોય છે, જે માનવ શરીરની નર્વસ સિસ્ટમને અસર કરે છે. જોકે સંશોધકોએ તેના વપરાશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો નથી, તેમ છતાં તેઓએ કેફીનની માત્રા વિશે સાવચેત રહેવાની ચેતવણી આપી છે.
2/6

વૈજ્ઞાનિકોએ કહ્યું કે એક કપ કોફી (Coffee)માં 80-120 મિલિગ્રામ કેફીન હોય છે અને ઇન્સ્ટન્ટ કોફી (Coffee)માં 50-65 મિલિગ્રામ કેફીન હોય છે. ચા (Tea)ની વાત કરીએ તો તેમાં 30-65 મિલિગ્રામ કેફીન હોય છે. વૈજ્ઞાનિકોએ ચા (Tea) અને કોફી (Coffee)ના સેવન પર પ્રતિબંધ મૂક્યો છે જેથી એક દિવસમાં 300 મિલિગ્રામથી વધુ કેફીન શરીરમાં પ્રવેશ ન કરે.
Published at : 15 May 2024 07:37 AM (IST)
આગળ જુઓ





















