વજન ઘટાડવા અને મસલ્સ બનાવવા માટે પ્રોટીનને સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વો ગણવામાં આવે છે. જો કે તમે વધુ પડતું પ્રોટીન ખાઓ છો, તો તમને પાચન સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે.જાણી વધુ પ્રોટીનથી શું સમસ્યા થાય છે.
2/6
જો તમને લાગે છે કે, તમારે વારંવાર પેશાબ કરવો પડે છે, તો તે વધુ પ્રોટીન લેવાને કારણે હોઈ શકે છે. જ્યારે શરીરમાં વધારાનું પ્રોટીન હોય છે, ત્યારે કિડનીને પેશાબ દ્વારા શરીરમાંથી વધારાની માત્રા અને નાઇટ્રોજનયુક્ત કચરો દૂર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે.
3/6
કાર્બોહાઇડ્રેટ્સ મગજ માટે ઇંધણનું કે કામ કરે છે અને સેરોટોનિન નામનું હોર્મોન છોડે છે. આ હોર્મોન આપણને આનંદની અનુભૂતિ કરાવે . બીજી બાજુ, કાર્બોહાઇડ્રેટની ઉણપ માનસિક સ્વાસ્થ્ય અને ઊર્જા સ્તરને અસર કરે છે. આ સાથે જ વધારે પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરવાથી તમે ડિપ્રેશનનો અનુભવ કરી શકો છો.
4/6
જો તમને શ્વાસમાં સતત દુર્ગંધ આવતી હોય, તો તે એ વાતનો સંકેત છે કે તમે ખૂબ પ્રોટીનનું સેવન કરી રહ્યાં છો. આવું એટલા માટે થાય છે કારણ કે તમે તમારા પ્રોટીનના સેવનને વધારવા માટે તમારા કાર્બોહાઇડ્રેટ્સનું સેવન મર્યાદિત કરો છો. જ્યારે કાર્બોહાઇડ્રેટ્સની અછત હોય છે, ત્યારે શરીર અન્ય સ્ત્રોતોમાંથી ઊર્જા બનાવે છે, જે રસાયણોનું ઉત્પાદન તરફ દોરી જાય છે, જે શ્વાસમાં દુર્ગંધનું કારણ બને છે.
5/6
વધારાનું પ્રોટીન કિડની, લીવર અને હાડકાં પર દબાણ લાવે છે, જેના કારણે તેઓ વધારે કામ કરે છે. ઉપરાંત, ખૂબ ઓછા કાર્બોહાઇડ્રેટ્સ ખાવાથી મગજ પર અસર થઈ શકે છે, જે આપણને રોજિંદા ધોરણે ઓછા ઊર્જાવાન બનાવે છે.
6/6
જો તમે ખોરાકમાં વધુ માત્રામાં પ્રોટીન લેતા હોવ, પરંતુ અન્ય પોષક તત્વો પૂરતા પ્રમાણમાં નથી લેતા, તો વજન અચાનક વધવા લાગે છે.