શોધખોળ કરો
Protein Shake Side Effects:બોડી બનાવવાની ઘેલછામાં આપ પણ શું પ્રોટીન શેઇકનું સેવન કરો છો તો સાવધાન,જાણો નુકસાન
પ્રોટીન શેકનો ઉપયોગ મસલ્સ પાવર વધારવા સહિત અનેક ફાયદાઓ માટે કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર લોકો તેના ગેરફાયદાથી અજાણ હોવાને કારણે તેનું સેવન ખોટી રીતે કરે છે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

પ્રોટીન શેકનો ઉપયોગ મસલ્સ પાવર વધારવા સહિત અનેક ફાયદાઓ માટે કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર લોકો તેના ગેરફાયદાથી અજાણ હોવાને કારણે તેનું સેવન ખોટી રીતે કરે છે. શું તમે જાણો છો કે આનાથી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.
2/6

હાલ પ્રોટીન શેક ખૂબ પીવામાં આવે છે. સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટી, દરેક વ્યક્તિએ તેને પોતાની દિનચર્યાનો ભાગ બનાવી લીધો છે. ખાસ કરીને જે લોકો જિમ કે વર્કઆઉટ કરે છે તેઓ પ્રોટીન શેક પીવાને ખૂબ જ હેલ્ધી માને છે. શરીરના સ્નાયુઓના સારા સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે પરંતુ તેની વધુ માત્રા સ્વાસ્થ્યને બગાડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તેનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. મોટાભાગના લોકો પ્રોટીન શેક પીવાની આડ અસરથી અજાણ હોય છે અને તેઓ તેનું સેવન કરતા રહે છે. આવી સ્થિતિમાં અહીં જાણો તેના ગેરફાયદા.
3/6

કિડની સ્ટોન- તેના વધુ પડતા ઉપયોગની આડ અસરથી કિડનીમાં પથરી થઇ શકે . પ્રોટીન શેક જેવા ઉચ્ચ પ્રોટીન સપ્લીમેન્ટ્સ કેલ્શિયમની સાંદ્રતામાં વધારો કરે છે, જેના કારણે કિડનીમાં પથરીનું જોખમ વધી જાય છે. આજ કારણે તે તેમારા લીવરને પણ લીવરને સીધું નુકસાન કરી શકે છે.
4/6

એલર્જીનું જોખમ- જે લોકો નિયમિતપણે પ્રોટીન શેક પીવે છે તેમાં એલર્જીના કિસ્સાઓ વારંવાર જોવા મળે છે. ધ્યાન રાખો કે નિષ્ણાતની સલાહ વગર કોઈપણ પ્રોટીન શેકનું સેવન ન કરો. તે વધુ પડતું પીવાથી પેટમાં દુખાવો, ઝાડા, ગળામાં સોજો, ત્વચામાં બળતરા, છાતીમાં જકડન અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
5/6

ઇન્સ્યુલિનનું સ્તર વધારી શકે છે-જો તમે એક્સરસાઇઝ કર્યા પછી પ્રોટીન શેકનું સેવન કરો છો, તો તેનાથી ઇન્સ્યુલિન લેવલ વધી શકે છે, આથી આવી પ્રોડક્ટ્સનું સેવન કરતા પહેલા તેના ઘટકોને જાણી લો, તો જ તમે જોખમથી બચી શકો છો.
6/6

ખીલની સમસ્યા - શરીરની શક્તિ વધારવા માટે પ્રોટીનનું સેવન જરૂરી છે, કારણ કે તે નવા કોષો બનાવે છે અને જૂના કોષોને રિપેર કરે છે, પરંતુ તેના કારણે ચહેરા પર ખીલ પણ દેખાઈ શકે છે. ઉપરાંત, તેમાં હાજર બાયોએક્ટિવ પેપ્ટાઈડ્સ સીબુમનું ઉત્પાદન વધારી શકે છે.
Published at : 19 Jan 2024 05:17 PM (IST)
આગળ જુઓ
Advertisement





















