શોધખોળ કરો
Winter skin care tips:વિન્ટરમાં સ્કિન કેર માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ, ત્વચા રહેશે સ્મૂધ
આયુર્વેદ અનુસાર ઘી તમને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે શિયાળા માટે તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. તેના સેવનથી સ્કિન નેચરલી સ્મૂધ રહે છે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો શુષ્ક ત્વચાથી પરેશાન હોય છે. આવી સ્થિતિમાં, તમારી ત્વચાને સ્વસ્થ અને નરમ રાખવા માટે, દરરોજ આ 5 ખાદ્ય પદાર્થોનું સેવન કરો
2/7

શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો શુષ્ક ત્વચાથી પરેશાન હોય છે. આવી સ્થિતિમાં, તમારી ત્વચાને સ્વસ્થ અને નરમ રાખવા માટે, દરરોજ આ 5 ખાદ્ય પદાર્થોનું સેવન કરો.
3/7

ગોળ શિયાળામાં શરીરને ગરમ રાખવાનું પણ કામ કરે છે. એટલું જ નહીં, ગોળ તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ગોળમાં ઘણા મિનરલ્સ અને વિટામિન્સ હોવાને કારણે તે કુદરતી ક્લીનઝરનું કામ કરે છે. તેને ખાવાથી તમારી ત્વચા ચમકવા લાગે છે. તમે ખાધા પછી તેનો નાનો ટુકડો ખાઈ શકો છો.
4/7

આયુર્વેદ અનુસાર ઘી તમને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે શિયાળા માટે તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ઘી ખાવાથી ચહેરા પર ચમક લાવે છે અને તેને નાભિ પર લગાવવાથી ફાટેલા હોઠ મુલાયમ બને છે.
5/7

નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચા માટે જાદુ જેવું કામ કરી શકે છે. આપ રોજ નારંગી ખાઈ શકો છો અથવા જ્યુસના રૂપમાં તેનું નિયમિત સેવન કરી શકો છો.તેની કોઇ આડઅસર નથી.
6/7

શિયાળાની ઋતુમાં તમારા આહારમાં લીલા શાકભાજી જેવા કે પાલક, કોબી, કાળી, મેથી, બ્રોકોલી વગેરેનો સમાવેશ કરો, કારણ કે તેમાં વિટામિન સી, એ અને કે ભરપૂર હોય છે જે ત્વચાના કોષો અને તમારી ત્વચાને રિપેર કરવામાં મદદ કરે છે.
7/7

બદામ, અખરોટ, કાજુ અને અન્ય તમામમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમારા શરીર માટે શ્રેષ્ઠ છે. અખરોટ તમને ત્વચા પર વધારાનું તેલ એકઠું થતું અટકાવવામાં મદદ કરે છે. સ્વસ્થ અને ચમકદાર ત્વચા માટે શિયાળ દિવસની શરૂઆત ડ્રાયફ્રૂટથી કરવી.
Published at : 23 Nov 2023 01:43 PM (IST)
આગળ જુઓ
Advertisement