શોધખોળ કરો
Kantola: સ્વાસ્થ્યનો ખજાનો છે આ લીલું શાક, માત્ર ચોમાસામાં જ મળે છે
'કંટોલા' ચોમાસામાં સરળતાથી મળી રહે છે. તેને સ્પાઇની ગોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને કેટલીક જગ્યાએ કંકોડા તરીકે પણ ઓળખવામાં આવે છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/6

આ અંડાકાર લીલા શાકભાજીમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જેમ કે વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર વગેરે. આ શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે શરીરને પોષણથી ભરવામાં મદદ કરે છે.
2/6

કંટોલાનો સ્વાદ તુરો અને કારેલા જેવો જ છે. કંટોલામાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આંખોની રોશની તેજ કરવામાં મદદ કરે છે.
3/6

આ શાકભાજીમાં હાજર તત્વો પિમ્પલ્સ અને એક્ઝિમા મટાડવામાં થાય છે. કંટોલાના બીજને શેકીને ખાવાની સલાહ પણ નિષ્ણાતો આપે છે.
4/6

કંટોલા ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. આ જ કારણ છે કે તે ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનને અટકાવે છે.
5/6

આયુર્વેદ અનુસાર, કેટલાક લોકો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના રોગોની સારવાર તરીકે પણ આ શાકભાજીનો ઉપયોગ કરે છે.
6/6

તેમાં કેલરીની માત્રા ઓછી છે, તેથી કંટોલા વજન ઘટાડવાની યાત્રામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. કંટોલામાં ફાઈબરની હાજરી પણ જોવા મળે છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવાનું કામ કરે છે. આને ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
Published at : 05 Sep 2023 04:28 PM (IST)
આગળ જુઓ
Advertisement