શોધખોળ કરો
Dehydration: ડિહાઇડ્રેશનના કારણે થઈ શકે છે ચહેરા સાથે જોડાયેલી આ સમસ્યા, આ રીતે કરો બચાવ
લોકો સુંદર દેખાવા માટે ઘણી કોશિશ કરે છે, નવા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં તેમના ચહેરા પરથી ફોલ્લીઓ અને પિમ્પલ્સ દૂર થતા નથી. જેના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે.
પરંતુ શું તમે જાણો છો, ડિહાઇડ્રેશન ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.
1/8

ડિહાઇડ્રેશન માત્ર સ્વાસ્થ્ય માટે જ હાનિકારક નથી પરંતુ ત્વચા માટે પણ સારું માનવામાં આવતું નથી. ડિહાઇડ્રેશનના કારણે વ્યક્તિને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
2/8

પૂરતું પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન થાય છે અને તે ત્વચા પર નકારાત્મક અસર કરે છે. જો તમે રોજ નિયમિત રીતે 7 થી 8 ગ્લાસ પાણી ન પીતા હોવ તો તમને ડિહાઈડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને ડિહાઈડ્રેશનને કારણે ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.
Published at : 15 Jul 2024 06:50 PM (IST)
આગળ જુઓ



















