સ્ટડીનું એવું તારણ છે કે, નાસ્તો ન કરવાથી ગંભીર બીમારોએ થઇ શકે છે. દિવસભરના આહારમાં સવારનો નાસ્તો ખૂબ જ જરીરી છે. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
2/7
નાસ્તો અવોઇડ કરવાથી ડાયાબિટિસનું જોખમ વધી જાય છે. હાવર્ડ યુનિવર્સિટીનો એક સ્ટડી રિપોર્ટ મુજબ જે મહિલાઓ બ્રેકફાસ્ટ નથી કરતી તેમાં ટાઇપ ટૂ ડાયાબિટિસનું પ્રમાણ વધી જાય છે.
3/7
જો આપની ધારણા હોય કે બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી વજન ઘટે છે તો એ ભૂલભરેલું છે. રિસર્ચમાં એ વાતની પુષ્ટી થઇ છે કે, રોજ સવારે નાસ્તો કરવાથી આપનું વજન નિયંત્રણમાં ચોક્કસ રહે છે.જે લોકો બ્રેક ફાસ્ટ સ્કિપ કરે છે તે લંચ અને ડિનરમાં ઓવરઇટિંગ કરે છે. જે વજન વધવાનું કારણ બને છે.
4/7
બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી મેટાબોલિઝ્મ પર અસર પણ થાય છે. લાંબા સમય સુધી ન ખાવાથી શરીરની કેલેરી બર્ન કરવાની ક્ષમતા ઘટી જાય છે.
5/7
બ્રેકફાસ્ટ ન કરવાથી મોમાં સલાઇવા ઓછી માત્રામાં બને છે. જેના કારણે જીભ પર મોજૂદ બેક્ટેરિયા દૂર નથી થઇ શકતા. જેના કારણે મોંમાં દુર્ગંધ આવે છે
6/7
બ્રેકફાસ્ટ ન કરવાથી બ્લડ સુગર લેવલ ઓછું થાય છે અને તેના કારણે માથામાં દુખાવો, ચક્કર જેવી સમસ્યા થાય છે.
7/7
નાસ્તો ન કરવાની અસર માત્ર શરીર પર નહી પરંતુ મગજ પર પણ થાય છે. તેનાથી મૂડ ઓફ થાય છે, ભૂખના કારણે ગુસ્સો પણ વધુ આવે છે, એક રિસર્ચના તારણ મુજબ જે પુરૂષો નાસ્તો કરે છે તે ન કરનારની તુલમાં વધુ શાંત અને મૂડમાં રહે છે.